ભરૂચ,
ભરૂચ જીલ્લામાં મર્હુમ અહમદ પટેલના અવસાન બાદ કોંગ્રેસ વધુ પડી ભાંગી હોય તેમ લાગી રહ્યું છે અને તેમાંય હવે લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઈ હાલ ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ સિનિયર અને યુવા કોંગ્રેસીઓ વિનાની સાબિત થઈ રહી છે.જેના કારણે મંગળવારના રોજ ગઠબંધનથી નારાજ કોંગ્રેસના હોદ્દેદારો પત્રકાર પરિષદ યોજી પોતાની વ્યથા રજૂ કરશે.નારાજ કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં અથવા તો પોતે કોંગ્રેસ વિચારધારા ઉપર અપક્ષ માંથી ઉમેદવારી કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી ટાણે શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા.દરેક પક્ષનો નેતા પોતાના ફાયદા માટે જ અન્ય પક્ષમાં જતો હોય છે.તેમ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધનને લઈ કોંગ્રેસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને કોંગ્રેસ અને આપના ગઠબંધને ભરૂચ જીલ્લાના સિનિયર અને યુવા કોંગ્રેસીઓ અસ્વીકાર કરી રહ્યા છે અને આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ભરૂચ જી ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે.જેમાં હાલ ભરૂચ જીલ્લાની કોંગ્રેસ સમિતિ સિનિયર અને યુવા કોંગ્રેસીઓ વિનાની થઈ ગઈ છે.લોકસભાની ચૂંટણીને લઈને આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભરૂચ જીલ્લાના કોંગ્રેસીઓને અસ્વીકાર છે.જેના પગલે એક પત્રકાર પરિષદનું આયોજન મંગળવારે કર્યું છે જેમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનથી નારાજ થયેલા કોંગ્રેસના પાયાના હોદ્દેદારો અને અગ્રણીઓ અન્ય પક્ષમાં જોડાવાની જાહેરાત કરી શકે છે અથવા તો કોંગ્રેસની વિચારધારા સાથે જે મતદારો જોડાયા છે તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે ઉમેદવારી કરનાર ઉમેદવારને મત આપે તેવા આશ્રય સાથે પત્રકાર પરિષદ થનાર હોવાની માહિતી સાંપડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તાજેતરમાં રાતો રાત મોવડી મંડળ દ્વારા ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખને છ વર્ષ બાદ દૂર કરી નવા પૂર્વ જીલ્લા પ્રમુખને પુનઃ પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે અને આ પ્રમુખ જેઓ છ વર્ષથી નિષ્ક્રિય હતા જેને લઈને પણ સિનિયર અને યુવા કોંગ્રેસીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.જેના પગલે આગામી દિવસોમાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોને રીઝવવા માટે કોંગ્રેસીઓ અપક્ષ માંથી પણ ઉમેદવારી કરી મતદારો વચ્ચે જાય તેવા એંધાણો વળતાઈ રહ્યા છે.