google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratજંબુસરના વાવલી ગામે યુવાનનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

જંબુસરના વાવલી ગામે યુવાનનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

- હત્યા કે આત્મહત્યા તે ચર્ચાનો વિષય બન્યો

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના વાવલી ગામ ખાતે એક વૃક્ષ ઉપર થી ગામ જ એક યુવકનો લટકેલી હાલત માં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે,અગમ્ય કારણોસર ઝાડ પર પલટકીને ૨૨ વર્ષીય યુવાને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે મામલો સામે આવ્યા બાદ હત્યા કે આત્મહત્યા તે ચર્ચા નો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામના મેહુલભાઈ રામસંગભાઈ ઠાકોરનુ મોત નીપજ્યું છે.વાવલી નવીનગરી વિસ્તાર નજીક આવેલ નર્મદા નહેર પાસે આ ઘટના બની હતી.ઘટના ની જાણ વાવલી ગામના તાલુકા પંચાયત સદસ્ય સંજય ભાઈ ઠાકોરે પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હત્યા કે આત્મહત્યાના મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!