google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઆપ અને કોંગ્રેસનાં નબળા ગઠબંધન માટે ભરૂચ કોંગ્રેસનાં નેતાઓની નિષ્ક્રિયતા અને નારાજગી...

આપ અને કોંગ્રેસનાં નબળા ગઠબંધન માટે ભરૂચ કોંગ્રેસનાં નેતાઓની નિષ્ક્રિયતા અને નારાજગી જવાબદાર!

- રેલીઓમાં,સભાઓમાં આદિવાસીઓના ટોળા દેખાતા ટોળા મતોમાં તબદીલ થઈ શક્યા નહીં - ભરૂચ લોકસભામાં આ વખતે ચૈતર વસાવાનાં હારનું ગણિત અને આપનું મનોમંથન શું કહે છે? - ચૈતર વસાવા લોકસભાની મેચ ભલે હારી ગયા હોય પણ બેસ્ટ પર્ફોર્મન્સ માટે મેન ઓફ ધી મેચનો એવોર્ડ જીતી ગયા - આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપાને મહેનત કરવી પડશે

(જ્યોતિ જગતાપ.રાજપીપળા)

આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર આપ અને કોંગ્રેસનું ગઠબંધન નબળું સાબિત થયું.જેમાંખાસ કરીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગી તેવી હતી.ખાસ કરીને કોંગ્રેસ પક્ષને ટિકિટ ન મળવાથી નારાજ પહેલા કોંગ્રેસ નાં બંને નેતાઓ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ હોવાથી ચૈતર વસાવાને અંદરથી સમર્થન કર્યું નહોતું. તો બીજી તરફ સંદીપ માંગરોલા જેવા કોંગ્રેસના આગેવાનો માત્ર પ્રેસ કોન્ફરન્સ જેવા કાર્યક્રમોમાં દેખાવ પૂરતા દેખાયા.પરંતુ કોંગ્રેસની નેતાગીરી સંગઠન અને કાર્યકરો દ્વારા ઈવીએમમાં મત અપાવી શકી નહીં. તેનો એક જ કારણ કે ભરૂચ લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસને ટિકિટ ન મળી તેની નારાજગી સ્પષ્ટ દેખાઈ આવી હતી.જેને કારણે જાહેર સભાઓ, રેલીઓ, પ્રચાર કાર્યક્રમોમાં કોંગ્રેસ ખાસ દેખાઈ નહીં.આમ ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસનું ગઠબંધન શોભાના ગાઠીયા સમાન પુરવાર થયું જેનું નુકસાન ચૈતર વસાવાને ભોગવવું પડ્યું.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની નિરસતાના પગલે

ભરૂચ બેઠક ચૈતર વસાવાએ ગુમાવી એમ કહેવુ ખોટુ નથી.ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને તેમના સાથીદારોની કથિત નિષ્ક્રીયતાના પગલે ચૈતર વસાવા અને તેમના તમામ સાથીદારો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.વાસ્તવમાં ભરૂચ સંસદીય મતવિસ્તારના ખૂણેખૂણેમાં કોંગ્રેસ સંગઠનનું માળખુ છે.આ માળખાનો ફાયદો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારચૈતર વસાવાને ન મળ્યો તેહકીકત છે.એમ પણ કહી શકાય.

બીજી તરફ ચૈતર વસાવાની સાથે યુવા આદિવાસી વર્ગ મોટા ટોળાંમાં જે દેખાતો હતો.તે ગાજ્યો એટલો વરસ્યો નહીં. રેલીઓમાં, સભાઓમાં આદિવાસીઓના ટોળા દેખાતા હતા.પણ આ ટોળા મતોમાં તબદીલ થઈ શક્યા નહીં.થોડા ઘણા ડેડીયાપાડા અને ઝઘડિયા મત વિસ્તારમાં આદિવાસીના મતો ચૈતર વસાવાને મળ્યા.પણ જ્યાં મનસુખ વસાવાનો ભાજપનો ગઢ છે એવા શહેરી વિસ્તારો ભરૂચ, અંકલેશ્વર અને અન્ય વિધાનસભાઓમાં ભાજપના કાર્યકરો,આગેવાનોએ ખૂબ મહેનત કરી અને મનસુખભાઈ ને મત અપાવ્યા. જેને કારણે મનસુખભાઈની જીત થઈ.એ જોતા ભરૂચ લોકસભામાં ૬ – ૬ ટર્મથી સતત સાંસદ બનતા મજબૂત અને દિગ્ગજ ઉમેદવારની સામે પહેલીવાર ચૂંટણી લડતા ચૈતર વસાવા ઓવર કોન્ફિડન્સમાં રહ્યા તેમાં પણ ખાપ તેઓ થઈ ગયા.

જોકે નાની વયે અને પહેલીવાર લોકસભા લડતા ચૈતર વસાવાએ મનસુખ વસાવાને મજબૂત ફાઈટ આપી એ ચોક્કસ કહી શકાય અને પહેલીવાર લોકસભામાં પાંચ લાખ જેવા વોટ લઈ જાય એ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી માટે મોટી વાત જરૂર કહેવાય.ખૂબ ટૂંકા ગાળામાં ચૈતર વસાવાએ નાની વયે ધારાસભ્ય પદ હાંસલ કર્યું અને ત્યાર પછી સીધી લોકસભા ચૂંટણી જબરદસ્ત તાકાતથી લડી બતાવીને ચૈતર વસાવાએ પોતાનું રાજકીય કદ તો ભરૂચ વિસ્તારમાં વધારી દીધુ છે એ ચોક્કસ છે.આમ ચૈતર વસાવા લોકસભાની મેચ ભલે હારી ગયા હોય પણ બેસ્ટ પર્ફોર્મન્સ માટે મેન ઓફ ધી મેચનો એવોર્ડ તો ચૈતર વસાવાને ચોક્કસ જીતી ગયા કહેવાય.બીજી તરફ એક લાખ કરતા નીચેની સરસાઈથી ઓછા મતે નવા સવા કહી શકાય એવા ચૈતર વસાવાની સામે ભાજપ જીતે તે જીતને જીત ન કહેવાય અને તેથી જ ચૈતર વસાવાની હારમાં પણ તેમની જીત છુપાયેલી છે એમ હાલ ભરૂચ સંસદીય મતવિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.

અનુભવી દિગ્ગજ નેતા સાતમી વખતે પણ જીત મેળવીને મનસુખ વસાવા મજબૂત ઉમેદવાર સાબિત થયા છે.ગમે તેવા વિરોધ વંટોળ વચ્ચે પણ એકલા દમથી રણનીતિથી લડી લેવાની કોઠાસૂઝ અને ક્ષમતા મનસુખ વસાવામાં છે.જોકે જીતની ઓછી લીડ સામે મનસુખભાઈ જણાવે છે ભૂતકાળમાં ૫૦ – ૬૦  હજાર મતોની લીડથી હું જીત્યો છે.એટલે આ વખતે ૮૫ હજાર લીડ થી જીત્યો છું.મને ડેડીયાપાડા અને ઝઘડીયામાં વધારે નુકસાન થયું છે.એ જોતા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ત્યારે નર્મદામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ફરી એક વાર આપ અને ભાજપા ટકરાશે.ત્યારે ભાજપાને આગામી દીવસોમાં ભારે મહેનત  કરવી પડશે એ નિશ્ચિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!