google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ : શહેરના વોર્ડ નં.4 થી વાજતે ગાજતે...

ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ : શહેરના વોર્ડ નં.4 થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો

- દરેક બુથ પર 2019ની ચૂંટણી કરતા વધુ 370 મતોના લક્ષ્યાંક સાથે 5 લાખ મતોથી વિજય થવા અપાયો મંત્ર - દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા ફરી મતો થકી મોદી સરકારના હાથ મજબૂત બનાવવા હાંકલ

ભરૂચ,

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો હતો.

ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના 7મી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરી વોર્ડ નંબર 4 માં પ્રચાર પ્રસારણનો ધમધમાટ શરૂ કરાયો હતો.

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના 153 ભરૂચ વિધાનસભા કાર્યાલયના કોર્ટ રોડ પર ઉદ્ઘાટન પ્રસંગે મનસુખ વસાવાએ ભાજપ અને મોદી સરકારની 10 વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી.મહાસત્તા બનવા તરફ દેશને આટલેથી નહિ અટકાવી આ વખતે પણ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા તમામ કાર્યકરે કામે લાગી જવા હાંકલ કરાઈ હતી.આકરી ગરમીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરાવવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોરાયું હતું. તો ભાજપ કાર્યકરોને  મેરા બુથ સબસે મજબૂત હેઠળ પ્રત્યેક બુથ પર 370 મતો ગત 2019 ની ચૂંટણી કરતા વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક સાથે 5 લાખથી વધુ મતો મેળવી ભરૂચ બેઠક જીતવા ગુરૂ મંત્ર અપાયો હતો.

કાર્યાલય ઉદ્ઘાટન, સભા અને વોર્ડ 4 માં પ્રચાર રેલીમાં પ્રભારી અજયભાઈ ચોકસી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, સંયોજક યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી,ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો,પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વોર્ડ નંબર 4 માં ભાજપ ઉમેદવાર મનસુખ વસવાનાં પ્રચાર પ્રસાર દરમ્યાન તેઓનું દરેક સોસાયટી અને ગલીગલીએ ફુલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!