(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ભાજપ ના નવા કાર્યાલયો બની રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપ નું રેલવે સ્ટેશન નજીક છ કરોડના ખર્ચે નવું કમલમ કાર્યાલય નું ઉદ્દઘાટન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે સી આર પાટીલ એ તેમની સ્પીચ માં કહ્યું કે જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબ ના ઝુંપડા હતા તેમને અલગ વ્યવસ્થા કરી આપી છે ભાજપ કોઈનો અધિકાર છીનવતું નથી પણ એમનો અધિકાર આપે છે.આજે ભાજપ માં કોંગ્રેસના લોકો જોડાયા છે.જેમાં કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કદારી તેમની પુત્રી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાહીનુર પઠાણ પણ ભાજપ માં જોડાયા છે જયારે રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ ભાજપ માં જોડાયા છે.આજે ભાજપના છોટાઉદેપુર ઉમેદવાર જશુ રાઠવા અને ભરૂચ ના ઉમેદવાર મનસુખ વસાવા પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી.જશુ રાઠવા એ જણાવ્યું કે મારી મતવિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે.કોંગ્રેસના લોકો ભાજપ માં જોડાયા છે.
કલમલ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સી આર પાટીલે બંને ઉમેદવાર માટે પોતાની સ્પીચમાં કહ્યું કે છોટાઉદેપુર ના ઉમેદવાર જશુ રાઠવા ભલો સીધો માણસ સરળ માણસ છે જ્યારે સી આર પાટીલ એ મનસુખ વસાવા ના ભરપેટ વખાણ કર્યા છે.ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ગરમ માણસ છે ગુસ્સો વધારે કરે છે પણ કોના માટે કરે છે.કાર્યકર્તા માટે કરતા હોય છે કોઈપણ મોટો અધિકારી હોઈ કોઈપણ ચમરબંધી હોઈ તેની સાથે અથડાવામાં મનસુખ વસાવા કોઈ દિવસ ચિંતા કરતા નથી મનસુખ વસાવા પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી લોકોના પ્રશ્નો માટે મનસુખ વસાવા એ મંત્રી પદ પણ છોડી દીધું હતું અહીં કેટલાક લોકો બહુ કુદકા મારે છે તેમને આપણે શાંત કરવાના છે.આ બન્ને લોકસભા ની બેઠક છ લાખ મતો થી જીતવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપ્યો છે.
ગુજરાત કોંગ્રેસ ના માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇન્ટિયાઝ કાદરી એ જણાવ્યું કે કોંગ્રેસનું ગુજરાત લેવલે કોઈ સંગઠન જ મજબૂત નથી ગુજરાતમાં કોંગ્રેસ ના બુથ લેવલ સુધી કોઈ કામો થાય નથી કોંગ્રેસ માત્ર મિટિંગો જ કાર્ય કરે છે.કોઈ કામ કરતું નથી રાજપીપલા માં રાહુલ ગાંધી ની ન્યાય યાત્રા માટે આવ્યા ત્યારે પણ નર્મદા જિલ્લામાં સંગઠન શક્તિ જ નથી જેથી કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા છે.
નર્મદા જિલ્લા ભાજપના કમલમનું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ઉદ્દઘાટન
- કોંગ્રેસના લોકો ભાજપમાં સી આર પાટીલના હસ્તે જોડાયા - ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલ ના કાર્યકારી પ્રમુખ પણ ભાજપમાં જોડાયા નર્મદા જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું