google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન

ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન

- ચૈતર વસાવાની વિશાળ જન આશીર્વાદ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી કલેકટર કચેરી પહોંચી સમાપ્ત કરી - પંજાબના સીએમ ભાગવત માન,કોંગ્રેસ પ્રદેશના શક્તિસિંહ ગોહિલ,સહિતના આપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો જન આશિર્વાદ યાત્રામાં જોડાયા

ભરૂચ,
ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ હવે જામી રહ્યો હોય તેમ મનસુખભાઈ વસાવાએ શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી નોધાવ્યા બાદ રામનવમીએ ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા દ્વારા શક્તિ પ્રદશન કર્યું હતું.જેમાં આપના પંજાબમાં સી.એમ ભગવત માન સાથે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ અને આપ તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજે માં તાલે કલેકટર કચેરી સુધી પહોંચી સમાપ્ત કરી હતી.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાથી જ સતત ચર્ચામાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કાંટે કી ટક્કર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ સામે પક્ષે ઈન્ડિયા ગઠ બંધન તેમજ એમ.આઈ.એમ સહિત બાપ પાર્ટી અને અપક્ષો પણ રાજકીય યુદ્ધ માં ઉતરી ચુક્યા છે.ત્યારે રામનવમીના દિવસે ભરૂચ ખાતે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ વિરાટ જન આશીર્વાદ યાત્રા યોજી હતી.જેમાં દેડીયાપાડા,નેત્રંગ,ઝઘડીયા,વાગરા વિગેરે ભરૂચ સંસદીય વિસ્તારના ચૈતર વસાવાના જન સમર્થકોનો સૈલાબ ડી.જે અને બેન્ડ સાથે જોડાયો હતો.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલ આ યાત્રા સેવાશ્રમ રોડ થી શકિતનાથ થઈ કલેકટર ઓફિસ પાસે પહોંચી સમાપ્ત કરી હતી.
ચૈતર વસાવાએ પ્રતિસ્પર્ધી ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ માટે કોઈ વિકાસ કર્યો ન હોવાનો આક્ષેપ કરી હવે વધુ પાંચ વર્ષનો સમય લોકો નહીં આપે તેમ પણ કહી ૫૦ હજાર મતોથી વિજયનો દાવો કર્યો હતો.
આ જન આશીર્વાદ યાત્રામાં પંજાબના સી.એમ ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી,યુવા નેતા યુવરાજસિંહ જાડેજા,કોંગી યુવા આગેવાન શેરખાન પઠાણ સહિત આપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાયા હતા.જનસેલાબ અને ડી.જે. ના કાફલા વચ્ચે ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇયાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોનું કીડીયારું ધગધગતી ગરમીમાં ઉમટી પડ્યું હતું.એક જ ચાલે ચૈતર ચાલે ના ડી.જે. પર નાદ અને સેંકડો લોકો તેમજ વહાનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પોહચી હતી.જ્યાં ચૈતર વસાવાએ ટેમ્પા પરથી જ જનમેદનીને સંબોધી હતી. ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો.ભાજપના ગઢમાં શક્તિનાથ સર્કલ પરથી જ ચૈતર વસાવાએ એલાન કર્યું હતું કે, તુમકો ક્યાં લગતા થા નહિ લોટેગે. જબ તક તોડે ગે નહિ છોડગે નહિ. હમ કો ક્યાં આંડુ પાંડુ સમજા હે ક્યાં..યે ચૈતર વસાવા હે ઝુકેગા નહિ.આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જનસેલાબ વચ્ચે એક પછી એક ઝંઝાવાતી ડાયલોગ વચ્ચે 30 વર્ષમાં ભાજપના મનસુખ દાદાએ પોતાની સરકાર હોવા છતાં કઈ નહિ કર્યું હોવાનું તેમજ તેમની ગ્રાન્ટ પણ વાપરી નહિ હોવાનું જણાવી દીધું હતું.ભરૂચ લોકસભાના દરેક મતદારને તેઓએ ચૈતર વસાવા, અરવિંદ કેજરીવાલ, ભાગવત માન બની મત આપવા અપીલ કરી હતી. સાથે દરેક વ્યક્તિને 10-10 મતની જવાબદારી લઈ ભરૂચ લોકસભા ચૂંટણીમાં 10 લાખ મત લઈ નીકળવા આહવાન કર્યું હતું.જોકે ભરૂચમાં રીવરફ્રન્ટ, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન હાઇવે તેમજ ભરૂચ પાલિકાને મહાનગર પાલિકા બનાવવાના ઢંઢેરામાં ભરૂચને અમે નગરપાલિકા બનાવી ને જ રહીશું નો ભાંગરો વાટી દીધો હતો.બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માને યે માહોલ તો મેને પંજાબ મેં ભી નહિ દેખા તેમ લોકજુવાળને જોઈ કહી દીધું હતું. ભરૂચ કે લોગો ને ફેસલા કર દિયા હે એલાન બાકી હે. ચૈતર ભાઈ કેજરીવાલ જી વ્યક્તિ નહિ સોચ હે.કેજરીવાલને તો ભાજપ વાલોને જેલ કરવા દી લેકિન ઉનકી સોચ કો કેસે ગિરફ્તાર કરેગે કહી. કરારા જવાબ મિલેગા, યે કુદરત હે. નીચે ભી નહિ ઉપર ભી કુછ હે.યે લોકતંત્ર હે લોક ચાહે તો અર્શ પર ઓર અહંકાર કિયા તો ફર્સ પર. ભાજપ વાલે ભાષણ નહિ લોગો કે દિલ કી આવાજ સુનો. યે ભરૂચ કી ભડાસ આજ નિકલ રહી હે કહી મતોથી ભાજપને મહાત આપવા અપીલ કરી હતી.
જન આશીર્વાદ યાત્રા થકી ચૈતર વસાવાએ ભરૂચના માર્ગો પર શક્તિ પ્રદર્શન કરી આગામી લોકસભા ચૂંટણી માટે પડકારરૂપ ભૂમિકા ઉભી કરી હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!