ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતા ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનો જન્મ ૧૯ મી નવેમ્બર ૧૯૧૭ ના અલ્હાબાદમાં થયો હતો.તેઓ બે અલગ-અલગ સમયકાળમાં ૧૫ વર્ષથી વધારે દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા.૩૧ મી ઓક્ટોબર ૧૯૮૪ માં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ૧૯ નવેમ્બરના રોજ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તસ્વીરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન અરવિંદ દોરાવાલા,ઝૂબેર પટેલ,ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ફૂલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
- કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ ઈન્દિરા ગાંધીની તસ્વીરને ફૂલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ