google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratવડોદરા વિભાગ દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ અવેરનેસ ડે – ૨૦૨૪ ની...

વડોદરા વિભાગ દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ અવેરનેસ ડે – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી

વડોદરા,

ઈન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ અવેરનેસ ડે – ૨૦૨૪ ની વડોદરા ડિવિઝન દ્વારા ૬ જૂન ૨૦૨૪ ના રોજ ઉજવણી કરવામાં આવી હતી.આ અંતર્ગત રોડ યુઝર્સ અને તે વિસ્તારની આસપાસ રહેતા નાગરિકો અને ગ્રામજનોને વડોદરા ડિવિઝન હેઠળના લેવલ ક્રોસિંગ ગેટ ક્રોસ કરતી વખતે રાખવાની સાવચેતી અને મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ ની કલમ ૧૩૧, રેલવે એક્ટ ૧૯૮૮ ની કલમ ૧૬૦ અને કલમ ૧૬૧ માં ઉલ્લેખિત જોગવાઈઓ સમજાવવામાં આવી હતી.

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર લેફ્ટનન્ટ ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે લેવલ ક્રોસિંગ પર થતા અકસ્માતોને રોકવા માટે દર વર્ષે ૬ઠ્ઠી જૂનના રોજ ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ અવેરનેસ ડેનું આયોજન કરવામાં આવે છે, જેમાં રોડ યુઝર્સ અને નાગરિકોને નીચેના મુદ્દાઓ વિશે પણ જાગૃત કરવામાં આવે છે.તે વિસ્તાર અને ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા જેમાંરેલ્વે લેવલ ક્રોસિંગ ફાટક બંધ કરતી વખતે અને પછી રોકો,ગેટ બૂમ સાથે છેડછાડ કરશો નહીં,ગેટ ખુલ્યા પછી જ તેને પાર કરો,ગેટ ક્રોસ કરતી વખતે મોબાઈલ ફોન/ઈયર ફોનનો ઉપયોગ કરશો નહીં,ઉતાવળમાં તમારા જીવનને જોખમમાં ન નાખો જેવા સૂત્રો આપવામાં આવ્યા હતા.

આસિસ્ટન્ટ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર અમિત રંજનના જણાવ્યા અનુસાર આ ઝુંબેશ દરમ્યાન સેફ્ટી ડિપાર્ટમેન્ટ,સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન અને સિવિલ ડિફેન્સ ટીમ દ્વારા ડિવિઝનના છ સંવેદનશીલ લેવલ ક્રોસિંગ ગેટ પર બેનરો પ્રદર્શિત કરીને રોડ યુઝર્સને જાગૃત કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન ઓટો રિક્ષાની આસપાસ બેનરો પ્રદર્શિત કરીને જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને તેમની વચ્ચે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!