google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratઆયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવમાં ભરૂચના પૂ.સંતોને ભાગ લેવા...

આયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવમાં ભરૂચના પૂ.સંતોને ભાગ લેવા વિશેષ આમંત્રણ

- ભરૂચના પૂ.સંતોને અયોધ્યા ખાતે યોજાનાર ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ - ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા ભરૂચ જિલ્લાના સંતો અયોધ્યા જશે

ભરૂચ,ભારતના દરેક સનાતનીઓ માટે પુનઃ એકવાર દીપાવલી ઉજવવાનો અવસર આવી રહ્યો છે,જાન્યુઆરી માસમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે.જેમાં ભરૂચ શહેર જિલ્લાના પૂ.સંતો આ ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા જઈ રહ્યા છે.અયોધ્યામાં 492 વર્ષના લાંબા સંઘર્ષકાળ તેમજ કેટલાય કારસેવકોના બલિદાન બાદ ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરે છે,આગામી તારીખ 22 જાન્યુઆરી 2024 માં અયોધ્યામાં ભગવાન શ્રી રામ ભવ્ય ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે,ત્યારે અયોધ્યા ખાતે યોજાનાર આ ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા ભરૂચ જિલ્લાના સંતો અયોધ્યા જઈ રહ્યા છે.શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા તરફથી ભરૂચના પૂ.સંતોને અયોધ્યા ખાતે યોજાનાર ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ મળ્યું છે.ભરૂચના પ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરના મહંત પૂ.મનમોહનદાસજી,ગાયત્રી મંદિરના માતા શિવાનંદગિરીજી,ઝાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર આશ્રમના મહંત પૂ.રાઘવેન્દ્રદાસજી સહિતના સંતોને ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ મળ્યું છે.ભરૂચ ઝાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના મહંત પૂ.રાઘવેન્દ્ર દાસજીએ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા માટે મળેલ આમંત્રણને લઈ ખુશી વ્યક્ત કરી હતી સાથે ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને પુનઃ એકવાર દીપાવલી ઉજવવાની અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!