google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratકોર્ટનો હુકમ જેલરને આપવા જતા વર્ષાબેન તેમજ બાળકોને પોલીસે એક કલાકથી રોકી...

કોર્ટનો હુકમ જેલરને આપવા જતા વર્ષાબેન તેમજ બાળકોને પોલીસે એક કલાકથી રોકી રાખ્યા હોવાનો આક્ષેપ

- સમર્થકો સવારથી બહાર રોડ પર બેસી ગયા હતા : પોલીસે સુરક્ષા વધારી દીઘી હતી - ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડયા હતા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ માંથી છૂટા કરવાનો દેડીયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નિકળેલા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેનને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા.કોર્ટનો હુકમ જેલરને આપવા જઈ રહેલા વર્ષાબેન તેમજ ચૈતર વસાવાના બાળકોને પોલીસે એક કલાકથી રોકી રાખ્યા હોવાનો આક્ષેપ વર્ષાબેને મીડિયા સમક્ષ કર્યો હતો.
સામાન્ય રીતે કોર્ટનો હુકમ જેલરને જઈને આપવામાં આવે ત્યાર બાદ જ જેલર આરોપીને છોડતા હોય છે.ચૈતર વસાવાના પત્નીને પોલીસ જેલર સુધી પહોંચવા જ નહીં દે તો આજે ચૈતર વસાવા છૂટી શકે નહીં.જોકે વર્ષાબેન બાળકો સાથે જેલ પર પહોંચ્યા હતા તેમની સાથે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા પણ સાથે જેલમાં ગયા હતા અને ચૈતર વસાવાને લઈને પરિવાર સાથે ચૈતર વસાવા 40 દિવસના જેલવાસ બાદ જેલ માંથી બહાર આવ્યા હતા. બહાર સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.જોકે ચૈતર વસાવા જેલ માંથી બહાર આવ્યા હતા ત્યારે જન સર્થકોએ તેમને ફૂલોથી વધાવ્યા હતા.સમર્થકો સવારથી બહાર રોડ પર બેસી ગયા હતા.પોલીસે સુરક્ષા વધારી દીધી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડ્યાહતાં.એક રોડ શો જેમ જેલ બહાર માહોલ બન્યો હતો.આદિવાસી સેર આયાના નારાપણ લાગ્યા હતા.મોટી સંખ્યામાં ભીડ બે કાબૂ બની હતી.પોલીસ પણ મજબૂર બની ગઈ હતી.છેવટે ચૈતર વસાવા જેલ માંથી બહાર આવતા આપના સમર્થકોમા ભારે ઉત્સાહ જોવા મળતાં આગામી દિવસોમાં ભરૂચ લોકસભાની ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેશે એ નક્કી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!