(સંજય પટેલ,જંબુસર)
આખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જંબુસર તાલુકા ગાયત્રી પરિવાર આયોજિત નારી સશક્તિકરણ વર્ષ તથા અખંડ દીપક અને મા ભગવતી દેવી જન્મ શતાબ્દી નિમિત્તે ગુરુ ગીતા કથા અને રાષ્ટ્ર જાગરણ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત શોભાયાત્રા ગાયત્રી મંદિરેથી નીકળી શહેરના રાજમાર્ગો કાવા ભાગોળ,લીલોતરી બજાર, કોટ બારણા, મુખ્ય બજાર થઈ કથા મંડપ ખાતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે પહોંચી હતી.ત્યાર બાદ ગુરુ ગીતા કથાનો પ્રારંભ કરાયો હતો.વ્યાસપીઠ પરથી પ્રજ્ઞા પુત્રી વર્ષાબેન આહીર દ્વારા સંગીતમય શૈલીમાં તેમની અમૃતવાણીનો લાભ આપતા જણાવ્યું હતું કે માં કોણ.મા તે મા બીજા બધા વગડાના વા તેના ચરિત્ર અંગે દ્રષ્ટાંતો સહિત સમજાવી અને માં જગદંબા,જગત જનનીની વાત કરી હતી. દીક્ષાનુ મહત્વ સમજાવી ગાયત્રી મહામંત્રની દીક્ષાની સવિસ્તાર સમજૂતી આપી તેના નિયમ ધર્મ સમજાવ્યા. મનુષ્ય જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું અને ભક્તોને સદજ્ઞાન, સન્માર્ગે જવા કહ્યું હતું. ગુરુની કૃપા હોય તો દરેક કાર્યો નિર્વિઘ્ને થતા રહે છે. સદગુરુના ચરણ કમળ જ્યાં પડે તેનો બેડો પાર થાય છે અને જન્મારો સફળ થાય છે.આ મંડપ હિમાલય ક્ષેત્ર છે,તેમ કહી ગાયત્રી મહાયજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું.કથા શ્રવણ કરવા પંકજભાઈ રાણા, હિતેશભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ પટેલ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ સોની, જીતુભાઈ મકવાણા સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.