(સંજય પટેલ,જંબુસર)
જંબુસર વિધાનસભા વિસ્તારના ઉત્સાહી અને વિકાસ કામોમાં સદા અગ્રેસર રહેતા ધારાસભ્ય ડી કે સ્વામી જેઓ ડબલ એન્જિન સરકારના વિકાસ કામોમાં વધુ પ્રગતિ અને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે તાલુકાની ટીમ સાથે સતત કાર્યશીલ રહે છે.સરકારની હળપતિ આવાસ યોજના જેમાં એસટી જાતિના લાભાર્થી જેમની પાસે ઘર, મકાન, જમીન ના હોય તેવા લાભાર્થીઓને આવાસ યોજના નો લાભ મળે તે માટે પ્લોટ ફાળવવામાં આવે છે.જે અંતર્ગત કાવા ગામના ઉત્સાહી અને ગામનો વિકાસ ઝખતા સરપંચ કલ્પેશભાઈ પટેલ તથા તલાટી કમ મંત્રી દ્વારા કાવા ગામના એસટી જાતિના લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવણી અંગે કાર્યવાહી કરી હતી.જેની સનદો મંજૂર થતા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે ૧૧ લાભાર્થીઓને આવાસ યોજના ના પ્લોટની સનદ અર્પણ કરવામાં આવી હતી.તથા માનનીય વડાપ્રધાનનું સ્વપ્નનું સ્વચ્છ ભારત,સ્વસ્થ ભારત જે સંકલ્પ છેવાડાના ગામડા સુધી પહોંચ્યો છે.આ સંકલ્પ સાકાર કરવા સ્વચ્છતા હી સેવા,નિર્મળ ગુજરાત બનાવીએ,રોગચાળાને ભગાડીએ ગામડાઓને પણ સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભારત મિશન દ્વારા જંબુસર તાલુકાના નહાર,સામોજ અને કરમાડ ગામને ડોર ટુ ડોર ભીનો કચરો, સુકો કચરો ઉઘરાવવા માટેની ઈ – રીક્ષા ત્રણેય ગામના સરપંચોને ચાવી અર્પણ કરવામાં આવી હતી.આગામી સમયમાં બીજા અન્ય ગામોમાં પણ ઈ – રીક્ષા નો લાભ આપવામાં આવશે.આ પ્રસંગે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ,તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,પ્રમોદભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ પરમાર,યુવા પ્રમુખ જયપાલસિંહ,કાવા સરપંચ,તલાટી સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.