google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratજંબુસર નગરપાલિકા વિસ્તારના સ્ટ્રીટ લાઈટ કનેક્શન કપાતા શહેરમાં અંધાર પર છવાયો

જંબુસર નગરપાલિકા વિસ્તારના સ્ટ્રીટ લાઈટ કનેક્શન કપાતા શહેરમાં અંધાર પર છવાયો

- નગરપાલિકાનું પાણી કનેક્શનનું બિલ ૧ કરોડ ૪૯ લાખ ઉપરાંત તથા સ્ટ્રીટ લાઈટ ૧,૦૩,૦૦૦ જેટલું વીજબીલ બાકી પડતા કાર્યવાહી

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ તથા પાણી સપ્લાય વીજ કનેક્શનની મોટી રકમ વિજ બિલની બાકી પડતી હોય વીજ કંપની દ્વારા જંબુસર નગરપાલિકા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાંખતા શહેરમાં અંધારપટ છવાયો છે.

જંબુસર નગરપાલિકા દ્વારા નગરજનોને પ્રાથમિક સુવિધા ગટર,પાણી,લાઈટ,રોડ રસ્તાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નવળી છે.ગ્રામજનો પાલિકાના વેરા ભરતા હોવા છતાં રહીશોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી,હાલમાં નગરપાલિકાનું પાણી કનેક્શન નું બિલ ૧ કરોડ ૪૯ લાખ ઉપરાંત તથા સ્ટ્રીટ લાઈટ ૧,૦૩,૦૦૦ જેટલું વીજબીલ બાકી પડતું હોય જંબુસર ડીજીવીસીએલ દ્વારા નગરના મુખ્ય ટંકારી ભાગોળ, એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોના વીજ જોડાણો કાપી નંખાતા નગરમાં અંધારપટ છવાયો છે.જીઈબી દ્વારા નગરપાલિકાને બિલ ભરપાઈ કરવા અંગે નોટિસ પણ પાઠવી હતી તેમ છતાં સત્તાધીશો આંખ આડા કાન કરતાં નગરજનોને સોસવાનો વારો આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!