(સંજય પટેલ,જંબુસર)
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દીદી નયનાબેનના પ્રયત્નથી એસ એન્ડ આઈ સી કમ્પાઉન્ડમાં સંગીત સંધ્યા યોજાય હતી.જેમાં બીકે હંસાબેને ભક્તિના સૂર રેલાવ્યા હતા.સંગીત જીવનમાં અમૃત ધારા સમાન છે સંગીત મનુષ્યને નવીન ઉર્જા, શાંત મન અને સ્થિર બુદ્ધિ પ્રદાન કરે છે.મનુષ્યની આજની આ ભાગદોડ વાળી જિંદગીમાં માત્ર પ્રભુચરણ, શાંતિ તથા સુખ પ્રદાન કરી શકે છે. પ્રભુચરણને પામવાનો શ્રેષ્ઠ માર્ગ એ ભજન કીર્તન છે.તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અગ્રણી કૃપાબેન દોશી,રાહુલભાઈ મોરી,રજનીભાઈ પટેલ, ભરતભાઈ શાહ,ગોવિંદ મોટા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
બીકે હંસાબેન નો આ ૧૫૫મી સંગીત સંધ્યા જે ૨૦૧૨ થી શરૂ કરી એક લાખથી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડી પ્રજાપિતા બ્રહ્માકુમારીનો સંદેશ જનજજન સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે.ભગવાનને ઓળખવા માટે પોતાની જાતને ઓળખવી પડે છે.રાજ્યોગ, પરમાત્મા સાથેનો સંબંધ અંગે બ્રહ્માકુમારી શું છે તે અંગે સવિસ્તાર સમજ આપી મનુષ્યના મગજમાં ભય અને ભ્રાંતિની અજ્ઞાનતા આવી છે.તેને દૂર કરવા સત્ય જ્ઞાન જોઈએ તે માટે સત્ય પરમ પિતા જોઈએ તેમ બીકે પ્રવિણભાઈએ જણાવ્યું હતું.ત્યાર બાદ હાજી કન્યાની બાળાઓએ દ્વારા દેશભક્તિ ગીત,સ્વાગત ગીત રજૂ કરાયું હતું.
બીકે ભરતભાઈએ જબ તક ખુદ કો નહિ જાનોગે,તબ તક ખુદા કો ભી નહીં જાનોગે તેમ કહી ભગવાનના પરિચય માટે પ્રથમ સ્વયંનો પરિચય કેળવવો જોઈએ, જન્મ મરણના ચક્કરમાં દેહના ભાનમાં આવી ગયા છે. આત્મા એટલે શું,આત્માની શક્તિઓનો પ્રસંગો સહિત સમજાવ્યું હતું.તથા શરીર નાશવંત છે.પરંતુ આત્મા અજર,અમર,અવિનાશી છે.આત્મા અને પરમાત્માની સવિસ્તાર માહિતી મેળવવા સંસ્થાની મુલાકાત કરવા જણાવ્યું હતું.સદર સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ભક્તિ સંગીતના તાલે ઝૂમી ઉઠી હતી.