google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeGujaratજંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા અવિવાહિત યુવક યુવતીઓનો બીજો પરિચય પસંદગી મેળો...

જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા અવિવાહિત યુવક યુવતીઓનો બીજો પરિચય પસંદગી મેળો યોજાયો

- યુવક યુવતીઓનો પરિચય પસંદગી મેળો ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર બીએપીએસ મંદિર ખાતે સંત શિરોમણી રૈદાસ અને ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત જંબુસર તાલુકા રોહિત સમાજ આયોજિત અવિવાહિક યુવક યુવતીઓનો પરિચય પસંદગી મેળો ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,ટ્રસ્ટ પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા, ગુણવંતભાઈ પરમાર,કન્વીનર વલ્લભભાઈ રોહિત, મહામંત્રી નૈનેશભાઈ જાદવ,ફૈઝલભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને જીગ્નેશભાઈ મેવાણી ને રોહિત રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.

સ્વાગત પ્રવચન પ્રભુદાસ મકવાણા દ્વારા કરાયું હતું. જંબુસર તાલુકાના 12 જેટલા ગામોમાં સમાજની વસ્તી છે. સમાજને નવી દિશા આપવા અને બંધારણ બચાવવા દેશને જરૂર છે. આપણા સમાજ માટે સંગઠિત થવું પડશે નહીં તો આવનાર પેઢી માફ નહીં કરે તેમ કહી ડોક્ટર બાબા સાહેબને યાદ કર્યા હતા.

સંજયભાઈ સોલંકી દ્વારા સમાજના ઉત્થાન માટે જે કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તે સરાહનીય છે. આવા કાર્યો કરવાથી ખર્ચા ઓછા થશે, અને સમાજમાં એકતા વધે છે.બાબાસાહેબના વિચારો લઈ ચાલવા જણાવ્યું હતું.

મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ મેવાણીએ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જાતિ નિર્મૂલન પુસ્તકની વાત કરી ભારતમાં અત્યારે આંબેડકરવાદી ચળવળ ચાલે છે તે બધામાં પાયાની વસ્તુ જાતિ નિર્મૂલન છે.ભારતીય સમાજ,જાતિ વ્યવસ્થા માંથી મુક્ત બને આપણે બધા સંકલ્પ કરીએ એક જ લક્ષ હોવું જોઈએ અમે બધા ભારતીય નાગરિક છે. વાલ્મિકી સમાજ અત્યાચાર નો ભોગ બને ત્યારે વણકર અને રોહિત સમાજ એના ડાબા જમણા હાથ બની ઉભા રહેવા જણાવ્યું હતું.દલિત જ્ઞાતિની પેટા જ્ઞાતિ વચ્ચે આંતર જ્ઞાતિય લગ્ન થવા જોઈએ તો દલિત સમાજની એકતા કાયમ થશે અને ડોક્ટર ભીમરાવના પગલે ચાલવા યુવાનોને હાકલ કરી.દલિત સમાજે જમીનની માગણી કરવી જોઈએ,આ સહિત બાબાસાહેબ નું સૂત્ર શિક્ષિત બનો,સંગઠિત બનો, સંઘર્ષ કરો તો જ આવનારી પેઢી માટે કંઈક કરી જઈશું. આવનાર દિવસોમાં જંબુસર ભરૂચમાં કોમી એકતાનો કાર્યક્રમ કરવાની ઈચ્છા અને ગૌતમ બુદ્ધના સપનાનું ભારત બને તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મહામંત્રી દલસુખભાઈ મકવાણા, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ નટુભાઈ, બીપીનભાઈ મહીડા, નગીનભાઈ રોહિત,કાશીભાઈ ગોહિલ, નરેન્દ્રભાઈ ગોહિલ, સહિત આયોજકો, કમિટી સભ્યો, સમાજ અગ્રણીઓ,ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!