google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratજંબુસર વીએચપી બજરંગ દળ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઈ

જંબુસર વીએચપી બજરંગ દળ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઈ

(સંજય પટેલ,જંબુસર)
વીએચપી બજરંગ દળ દ્વારા રામનવમી પર્વની જંબુસર શહેરમાં ભવયાતી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે સવારથી જ રામ ભક્તો રામ ભક્તિમાં લીન બન્યા હોય તેવું લાગી રહ્યું હતું.જંબુસર વીએસપી બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા.જેમાં આજે સવારે પીસાચેશ્વર મહાદેવથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી.બાઈક રેલી શહેરના માર્ગો પર ફરી હતી.બાઈક રેલીમાં જય જય શ્રી રામના નારા ગુંજતા હતા અને બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવા ભાઈ બહેનો જોડાયા હતા.બાઈક રેલી પ્રારંભે મામલતદાર જંબુસર વી બી પરમાર,નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા દરેક ઉપસ્થિતોને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.મતદારો પોતાના માતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!