(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના વેડચ મોરવગામાં રહેતા શૈલેષભાઈ જાદવ જેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા.ગતરોજ રાત્રિના અરસામાં ગજેરા – ઉચ્છદ દાંડી માર્ગ પરથી બાઈક લઈને પસાર થતા હતા.એ સમય દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા શૈલેષભાઈ જાદવનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.સદર બનાવ અંગે વેડચ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથધરી હતી અને મરણ જનારની લાશને પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.આગળની વધુ તપાસ વેડચ પોલીસ ચલાવી રહી છે.