google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસરની સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચર જમીન ઉપર દબાણ કર્યાનું સ્થાનિકોના...

જંબુસરની સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચર જમીન ઉપર દબાણ કર્યાનું સ્થાનિકોના આક્ષેપ સાચા ઠર્યા

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચ જીલ્લાના જંબુસરના મગણાદ ગામે આવેલી સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચર જમીન ઉપર દબાણ કરતા ગ્રામજનોએ આક્ષેપો સાચા પડ્યા.આખરે સેફ એન્વાયરો કેમિકલ કંપનીનો પોબારો બહાર આવ્યો હતો.

જંબુસર તાલુકાનાના મગણાદ ગામ નજીક આવેલી સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચર જમીન ઉપર દબાણ કરીને મસમોટો માર્ગ બનાવી દેવામાં આવ્યો છે.જેની રજુઆત ગ્રામજનો દ્રારા સરકારી કચેરીઓમાં લેખિત અને મૌખિકમાં કરી હતી.છતાં ગ્રામજનોની સમસ્યાઓનો અંત આવતો ન હતો. ત્યારે ગામના નીડર સામાજીક કાર્યકરો અને ભૂમિ પુત્રો દ્રારા ગ્રેન ગ્રેબિંગની ફરિયાદ કરવામા આવી હતી.જેને લઈને ભરૂચ જીલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા સ્થળ તપાસ કરી માપણી કરવામા આવી હતી.જેમા સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા રસ્તા ઉપરનું દબાણ કર્યા હોવાનું સાબિત થયુ છે.જેને લઈને ગ્રામજનોએ ગૌચર જમીનમાં દબાણ કરીને માર્ગ બનાવેલા આક્ષેપ સાચા સાબિત થયા છે.આમ ગ્રામજનોનાં પરંપરાગત હકકોનું ભક્ષણ કરતી સેફ એન્વાયરો કંપનીનું દબાણ કોણ દુર કરશે?

આ સંદર્ભે ગામના ભરતભાઈ મકવાણા અને જયેશભાઈ પટેલ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્રારા જે ગૌચર જમીનમાં દબાણ કરીને જે રસ્તો બનાવવામા આવ્યો હતો.જેની આજરોજ ભરૂચ દબાણ વિભાગના કર્મીઓ અને મગણાદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મનીષાબેન પટેલ અને પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે રહીને માપણી કરવામાં આવી હતી.જે કંપની દ્રારા કંપની દબાણ કરેલ સાબિત થયું છે.હવે દબાણ દુર કરવાનો તાજ કોના માંથે મગણાદ ગ્રામ પંચાયત કે પછી લાગતા વળગતા અધિકારીઓ માટે અમોને સત્વરે ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!