google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સહ પ્રમાણપત્ર વિતરણ...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સહ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

ભરૂચ, 

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે જિલ્લાનાં નિષ્ણાંત યોગ ટ્રેનર વૈશાલીબેન ગુર્જર દ્વારા પધ્ધતિસરની તાલીમ આપી જાગૃત કરાયા હતા.આ કાર્યક્રમમાં જેએસએસના બોર્ડ સભ્યો  ઈન્દીરાબેન રાજ, કે.કે.રોહિત વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝયનુલ આબેદીન સૈયદે યોગ માટે જાગૃતિ કેળવવા બહેનોને હાકલ કરી હતી તેમજ અત્રેના પીએમકેવી વાય ૪.૦ હેઠળ સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને અભિનંદન પાઠવી મહાનુભાવોના હસ્તે સ્કીલ ઈન્ડીયાના પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવા બહેનોને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અંકલેશ્વર સહયોગી સંસ્થા શ્રી રામકૃષ્ણ વિવેકાનદ ટ્રસ્ટ ખાતે પણ તાલીમાર્થીઓની ઉપસ્થિતીમાં આયોજન કરાયું હતું અને તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જેએસએસના ક્રિષ્ણાબેન ક્ઠોલીયા, ઝેડ એમ શેખ,આઈ આઈ પટેલ, ફઝિલા પટેલ વગેરેનાઓએ જહેમત ઉઠાવી હતી.જ્યારે કાર્યક્રમના અંતે હેતલબેન પટેલ દ્વારા આભારવિધિ કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!