google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઆદિવાસી મતદારોને રિઝવવા જશુભાઈ રાઠવાના ટીમલી નૃત્ય પર ઠુમકા

આદિવાસી મતદારોને રિઝવવા જશુભાઈ રાઠવાના ટીમલી નૃત્ય પર ઠુમકા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

છોટાઉદેપુર લોકસભા વિસ્તારના ભાજપાના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.ત્યારે રાજકીય નેતાઓને મતદારોને રિઝવવા શું શું નથી કરવું પડતું.

તાજેતરમાં છોટાઉદેપુર વિસ્તારમાં એક પ્રસંગમાં જશુભાઈ રાઠવાનો ટીમલી નૃત્યમાં આદિવાસી સ્ટાઈલમાં જશુભાઈ ઠુંમકા મારતા નજરે પડ્યા છે.જેમાં “આદિવાસી ની જાત આપણી..” આ શબ્દો ના તાલે  ટીમલી નૃત્ય ગીત પર ઠુંમકા મારતા જશુંભાઈ નજરે પડે છે.આદિવાસીઓ સાથે મન મૂકીને ટીમલી રમતા જશુભાઈનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં ગાયક કલાકાર અને અન્ય સમર્થકો સાથે જશુભાઈ આદિવાસીઓનું પોતાના અલગ અંદાજ માં ટીમલી નૃત્ય કરતા નજરે પડે છે.આ વિસ્તારમાં આદિવાસી મતો નિર્ણાયક બનવાના છે ત્યારે આદિવાસીઓનું લોકપ્રિય ટીમલી નૃત્યના તાલે નાચતા જશુભાઈને આદિવાસી મતો ફળશે એવો આશવાદ તેઓ સેવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!