google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeCrimeચાલુ ટ્રેનમાં તબીબ દંપતીના પર્સ માંથી દાગીના મળી ૪.૮૯ લાખની મતા ચોરી...

ચાલુ ટ્રેનમાં તબીબ દંપતીના પર્સ માંથી દાગીના મળી ૪.૮૯ લાખની મતા ચોરી કરી ગઠિયો ફરાર

- તેમના માથા પાસે મુકેલી પર્સ જોવા ન મળતાં તેમણે આસપાસમાં તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું - ભરૂચ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી

ભરૂચ,

રાજકોટથી મુંબઈ ટ્રેનમાં જતાં તબીબ દંપતિનું ૪.૮૯ લાખની મત્તાના દાગીના-રોકડા ભરેલું પર્સ ગઠિયો ચોરી ગયો હતો.ગઠિયાએ બેગ માંથી સામાન ચોરી પર્સ તેમની સીટ નીચે જ મુકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.દંપતી ઉંઘ માંથી જાગતાં તેમને ચોરીની જાણ થતા બનાવને પગલે રેલ્વે પોલીસમાં ગુનો નોંધીવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના પનવેલ ખાતે રહેતાં ડોક્ટર રાઘવેન્દ્ર મધુકરરાવ બેલ્લુરકર તેમની પત્ની ડોક્ટર જ્યોતી સાથે રાજકોટ ગયા હતા.જ્યાંથી તેઓ પરત મુંબઈ – પનવેલ આવવા માટે જામનગર તિરૂવેલી એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કર્યું હતું.તેઓ ટ્રેનમાં તેમની સીટ પર બેઠાં બાદ અમદાવાદ સુધી જાગ્યાં હતાં.જે બાદ તેઓ તેમની સીટ પર સુઈ ગયા હતાં.તેમની પત્નીએ સોનાના બે નેક્લેસ, કંગન,મોતીની બે માળા તેમજ રોકડા ૪૦ હજાર સહિત કુલ ૪.૮૯ લાખની વસ્તુઓ તેમના પર્સમાં મુકી તે પર્સ પોતાના માથા પાસે મુકીને સુઈ ગઈ હતી.સવારે વડોદરા – અંક્લેશ્વર વચ્ચે પોણા છ વાગ્યે તેમની ઉંઘ ઉડી જતાં તેઓ જાગી ગયા હતા.દરમ્યાનમાં તેમના માથા પાસે મુકેલી પર્સ જોવા ન મળતાં તેમણે આસપાસમાં તપાસ કરતાં તેમની પત્નીની સીટ નીચે પર્સ મળ્યું હતું.તેમણે તે ખોલીને જોતાં તેમાંથી તમામ સામાન ચોરી થઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું.જેના પગલે તબીબ દંપતિએ ઘટના અંગે ભરૂચ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!