(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયામાં આજરોજ પોતાની ઘરવખરીનો સામાન ખરીદી કરી પરત ઘરે જતી મહિલાના ગળા માંથી અજાણ્યા ગઠિયાઓ અછોડો તોડી ફરાર થઈ ગયાની ઘટના બની છે.ઘટનાના પગલે ઝઘડિયા બજારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના સ્થળે પોલીસ પહોંચી કેટલાક દુકાનદારોના સીસીટીવી ફૂટેજ મેળવી અછોડો તોડી જનાર ચીલ ઝડપ કરનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાત્રિના સમયે પોતાની અનાજ કરિયાણાની દુકાન બંધ કરી ઘરે જતા વેપારી દંપતિ પૈકી વેપારીની પત્નીના હાથમાંથી રૂપિયા ભરેલી થેલી ઝુંટવી બાઈક સવારો પલાયન થઈ ગયા હતા.ઉપરાંત ત્યાર બાદ ચાર રસ્તા પરથી મોબાઇલ શોપ તોડી તેમાંથી મોબાઈલ તથા તેની એસેસરી ચોરી કર્યાની ઘટનાના આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી ત્યારે આજરોજ થયેલા અછોડા તોડવાની ઘટનાથી ઝઘડિયાના ગ્રામજનો ભયભીત થયું થયા છે.અવારનવાર થતી આવી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવી ઝઘડિયા પોલીસ માટે જરૂરી બની છે.