google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયા કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ...

ઝઘડિયા કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો

- આરોપીએ હાથ ઉછીને લીધેલા ૫ લાખ તથા જાન્યુઆરી ૨૦૧૪ થી ૯ ટકાના સાદા વ્યાજે વળતરની ચૂકવી આપવા હુકમ કર્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયાના નિતેશ ચંપકભાઈ ભગત નાએ તેના મિત્ર હમિદઅલી મન્સૂરી રહે.સુલતાનપુરાને હાથ ઉછીના આપેલા રૂપિયા નો ચેક રિટર્ન થતા ૧૩૮ મુજબ ઝઘડિયા કોર્ટમાં લેણા પેટે ફરિયાદ દાખલ કરતા ઝઘડિયા કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા પાંચ લાખ અને તેના ઉપર નવ ટકા લેખે સાદુ વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો છે, 

બનાવની વિગત એવી છે કે નિતેશ ચંપકભાઈ ભગત શાકભાજીનો ધંધો કરે છે અને ૨૦૧૩ ની સાલમાં તેના પિતા નોકરીમાંથી નિવૃત્ત થયેલા હતા, નિતેશ ચંપકભાઈ ભગત અને હમિદઅલી સિરાજઉદ્દીન મન્સૂરી રહે સુલતાનપુરા ઝઘડિયા ના પરિવારો વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મિત્રતા હતી.હમિદઅલી મન્સૂરીને તેના ટ્રાન્સપોર્ટના ધંધામાં પૈસાની જરૂર પડતા તેણે નિતેશ ચંપકભાઈ ભગત પાસે મિત્ર તરીકે રૂપિયા પાંચ લાખની માંગણી કરેલી અને તે સમયગાળા દરમ્યાન ફરિયાદીના પિતા તેઓની નોકરી ઉપરથી નિવૃત્ત થયેલ હોય તેવો પાસે રૂપિયાની વ્યવસ્થા હતી. જેથી નિતેશ ચંપકભાઈ ભગતે નવેમ્બર ૨૦૧૩ માં હમિદઅલી મન્સૂરીને રૂપિયા પાંચ લાખ કોઈપણ જાતના વ્યાજ વિના હાથ ઉછીને આપેલા અને તે સમયે હમિદ અલી મન્સુરીએ તે રકમ એક મહિનામાં પરત ચૂકવી આપવાનો વાયદો કરેલ હતો.પરંતુ હમિદ અલી મન્સૂરીએ તે રકમ એક મહિનામાં ચૂકવી આપી શકેલા નહીં,જેથી રકમ ચૂકવવા માટે હમિદ અલીએ નિતેશ ભગતને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઝઘડિયા શાખાનો રૂપિયા પાંચ લાખનો ચેક આપ્યો હતો.આ ચેક નિતેશ ભગતે તેના ખાતામાં જમા કરાવ્યો હતો.આ ચેક અપૂરતા ભંડોળના શેરાથી પરત ફરેલો અને જે બાબતનો રિટર્ન મેમો બેંક તરફથી નિતેશ ભગતને આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ ફરિયાદીએ તેના વકીલ સી.બી.મોદી મારફતે તા.૨૫.૧૧.૧૪ ના રોજ નેગોશિએબલ કલમ ૧૩૮ મુજબની નોટિસ આપીને આરપીએડી દ્વારા મોકલેલી નોટિસનો જવાબ હમિદ અલી મન્સૂરીએ નિતેશ ભગતને આપેલો અને ત્યાર બાદ ફરિયાદીને તેઓના કાયદેસરના લેણા પેટે લેવાની નીકળતી રકમ નહીં ચૂકવી આપતા નિતેશ ચંપકલાલ ભગતે ઝઘડિયાની કોર્ટમાં નેગોશિએબલ ૧૩૮ મુજબ નિતેશ ચંપકલાલ ભગતના વકિલ સી.બી.મોદી દ્વારા ફરિયાદ દાખલ કરેલ હતી.ઝઘડિયાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફરિયાદી નિતેશ ચંપકભાઈ ભગતના વકીલ સી.બી મોદી દ્વારા ધારદાર રજૂઆતો કરતા ઝઘડિયા કોર્ટે એવો હુકમ કરેલો કે હમિદ અલી સિરાજઉદ્દીન મન્સૂરી રહે.સુલતાનપુરા તા. ઝઘડિયા નાઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૨૫૫ (૨) અન્વયે નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.સીઆરપીસી કલમ ૩૫૭ (૩) અન્વયે આરોપીએ ફરિયાદીને વળતર પેટે ફરિયાદીના વિગતના ચેક ની રકમ રૂપિયા પાંચ લાખ તથા તેની ઉપર વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજના દરે ચેક રિટર્ન થયા તારીખથી રકમ ચૂકવી ન આપે ત્યાં સુધીના સમયગાળા માટેની ચઢેલ વ્યાજની રકમ સહિતની રકમ વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરવામાં આવે છે અને જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.આરોપીએ વળતરની રકમ જમા કરાવીએથી આ કામના ફરિયાદીએ પોતાની ઓળખનો આધાર પુરાવો નામદાર કોર્ટમાં રજૂ કર્યેથી તે રકમ તેઓને વળતર પેટે ચૂકવવાની રહેશે તેવો પણ હુકમ કરવામાં આવ્યો હતો.ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા થતાં ઝઘડિયા પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!