(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ગેલેક્સી સરફેન્ટસ તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં વિવિધ પ્રકારની નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો આરોગ્ય શિક્ષણ પાણીને લગતી સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવે છે,જળ એ જ જીવન છે,મનુષ્યની પાયાની જરૂરિયાત છે, લોકોને પીવાની પાણી ની જરૂરિયાત પૂરતી મળે તેવા આશયથી ગેલેક્સી કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી હેઠળ અને સામાજિક ઉત્થાનના લક્ષ્ય સાથે કામ કરે છે,ઝઘડિયા ટાઉન ના મોહન ફળિયા વિસ્તારમાં ગેલેક્સી કંપની દ્વારા ૮૦ હજાર લિટરની પાણીની ટાંકીનું કામ પૂર્ણ કરી આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.આ પાણીની ટાંકી થકી ૧૦૦ થી વધુ પરિવારોને લાભ થશે, આ કાર્યક્રમમાં કંપનીના હેડ ઓફ પ્રોજેક્ટ, ફેક્ટરી મેનેજર, સીએસઆર હેડ તેમજ ઝઘડિયાના સરપંચ ઉપસરપંચ સભ્યો તથા સ્વદેશ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયા જીઆઈડીસીની ગેલેક્સી કંપની દ્વારા ઝધડિયા ટાઉનમાં પાણીની ટાંકીનુ લોકાર્પણ કરવામાં આવ્યું
- ૮૦ હજાર લીટરની ક્ષમતાની ટાંકી લોકાર્પણ કરવામાં આવી