(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝધડિયા સુલતાનપુરા ખાતે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ભરૂચ જીલ્લાના ઝધડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયત ભવનમાં સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર લેબ સહીતની ડિજિટલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે ,આ નવનિર્મિત ગ્રામપંચાયત ભવનનું ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝધડિયા બ્રહ્મા કુમારી સેન્ટરના હેતલ દીદી, તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ,ઝધડિયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા,મહિલા ઉપ સરપંચ હેમલતાબેન પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ,ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
ઝધડિયા સુલતાનપુરા ગૃપ નવ નિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરાયું
- નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી