જંબુસર,
જંબુસરની સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા આયોજિત લગ્નોસ્તુક યુવક- યુવતીઓનો બીજો પરિચય પસંદગી મેળો વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં તાજેતરમાં જંબુસર ખાતે ડ્રગ્સ આપી દુષ્કર્મના બનાવનો વિડીયો વાયરલ બાબતે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આખા દેશમાં બેરોજગાર યુવાનો નોકરીના બદલે ડ્રગ્સ મળે એવું ષડ્યંત્ર ચાલી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. જંબુસરની ઘટના ખાલી ગુજરાત માટે નહીં દેશ માટે આંખ ઉગાડનારી હોવી જોઈએ.જંબુસરની ઘટનાએ ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ખંડિત કર્યું છે. ગુજરાતની દીકરીને ડ્રગ્સ ઈન્જેકટ કરી દુષ્કર્મ આચારવામાં આવે ત્યારે રાજ્ય સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ.