google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratજીતનગર ખાતે સરદાર પટેલ નર્મદા એનસીસી નેશનલ ટ્રેક કેમ્પનો પ્રારંભ

જીતનગર ખાતે સરદાર પટેલ નર્મદા એનસીસી નેશનલ ટ્રેક કેમ્પનો પ્રારંભ

- દેશભર માંથી તબક્કાવાર ૨ બેચમાં અંદાજિત ૧૨૦૦ જેટલા કેડેટ્સ ભાગ લેશે : ટ્રેકિંગ એ પ્રકૃતિની પૂજા છે - નર્મદા જિલ્લામાં સરદાર પટેલ નર્મદા ટ્રેક ૨૦ નવેમ્બર થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. ભારતના લોખંડી પુરુષ અને ભારતરત્ન તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકની મુલાકાત દરમિયાન અલગ અલગ રાજ્યોના કેડેટ્સ સરદાર પટેલની રાષ્ટ્રીય એકાકીકરણ નીતિ, ઐતિહાસિક સાહસની ટીમ કેળવવામાં પ્રેરણારૂપ પ્રવૃત્તિઓ તથા પ્રાણીસૃષ્ટિ તેમજ વારસાનું સ્થાનિક રીતરિવાજો પરંપરાઓનો પરિચય કરાવવાના ઉદ્દેશો સાથે મુલાકાત કરી રહ્યા છે.આ ટ્રેકમાં જુનારાજ રિઝર્વ ફોરેસ્ટ, કરજણ ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ૨૦ નવેમ્બર થી ૨૭ નવેમ્બર અને ૨૮ નવેમ્બર થી ૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી રહેશે. જેમા તબક્કાવાર ૨ બેચમાં અંદાજિત ૧૨૦૦ જેટલા કેડેટ્સ અને સ્ટાફ આયોજન ટ્રેકમાં ભાગ લેશે.આયોજિત કેમ્પમાં કેડેટ્સોને નેતૃત્વના ગુણો, તેમની શારીરિક સહનશક્તિ તેમજ આત્મવિશ્વાસ વિકસાવવા અને જૂથ શિક્ષણની કસોટી કરવામાં મદદ થશે જે કેડેટ્સના જીવનમાં પ્રેરણારૂપ અનુભવ બની રહેશે. આ કેમ્પમાં ભાગ લેનારા તમામ કેડેટ્સને વ્યક્તિત્વ વિકાસ અને તેમની યોગ્યતાની ઓળખ કરવામાં સક્ષમ બનાવવા માટે બે દિવસની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કેડેટ્સમાં તેમના જીવનમાં વિશિષ્ટ ગ્રુપ વોલન્ટેર્સના વિષયમાં પ્રદર્શન ક્ષમતાનો વિકાસ કેળવાશે જેઓ NCC એક્સચેન્જ પાર્ટિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા (EXPA ) નો ભાગ છે. આ EXPA સભ્યો NCC કેડેટ્સ છે.જેમણે ગ્રુપ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિદેશથી યુવા કેડેટ વિદેશથી યુવા કેડેટ્સોએ તાલીમ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!