ભરૂચ,
ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ના પત્રકારો ના સ્નેહ મિલન સમારંભ માં શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો.
આ દરમ્યાન પત્રકારોને લાગત પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકારોને પત્રકારીત્વ સમયે પડતી મુશ્કેલીઓ અને તકલીફો દરમ્યાન જરૂર પડ્યે કેવી રીતે મદદ અને સહાય મળી શકે સાથે જ સરકાર અને તંત્ર તરફ થી કેટલીક વાર થતા અન્યાય અને પત્રકારત્વ દરમ્યાન વેઠવી પડતી મુશ્કેલી જેવા અનેક પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી,અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયૂર રાણા ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશ ખુમાણ અને મનીષ રાણા તથા હાંસોટ તાલુકા સંગઠન પ્રમુખ અશોક રાવલ ઉપસ્થિત રહ્યા હતા.