(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
અયોધ્યામાં ભગવાન શ્રી રામ નું રામ મંદિર નિર્માણ થઈ રહયું છે અને 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.જેમાં અયોધ્યા થી અક્ષત (ચોખા) નો એક કળશ આજે રાજપીપલા ખાતે આવી પહોંચ્યો હતો. અક્ષત કળશ ની શાહસ્ત્રોક્ત પૂજા પણ કરવામાં આવી.જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કમલાકાર મહારાજ અને મહામંડલેશ્વર સુરેન્દ્રદાસ મહારાજ ને નર્મદા જિલ્લામાંથી પ્રથમ આમંત્રણ મળ્યું હતું તેમની ઉપસ્થિતિમાં અક્ષત પૂજા કરાઈ હતી.
એક કળશ માંથી 8 કળશ બનાવીને આ કળશો ગામે ગામ મોકલવામાં આવશે.કળશ માંથી ચોખા દરેક ઘરે આપી ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે નું આમંત્રણ આપવામાં આવશે.હાલ આ કાર્યક્રમ માં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ભારતીય જનતા પાર્ટી અને સનતાન ધર્મ ના સંતો પણ હાજર રહ્યા હતા.રામ મંદિર માટે કારસેવા કરેલ કાર્યકરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.વર્ષો થી રામ મંદિર માટે રાહ જોતા હતા તેનો સમય હવે આવી ગયો છે અને ગામે ગામ જઈ ને આમંત્રણ પણ આપવા માટે ટિમો બનાવી ને મોકલવામાં આવી રહી છે.આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું કમલાકાર મહારાજ અને મહામંડલેશ્વર સુરેન્દ્રદાસ મહારાજ ને નર્મદા જિલ્લામાં પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું.આ અક્ષત કળશ ના કાર્યક્રમ માં નિર્મોહી અખાડા ના મહંત સુરેન્દ્રદાસ મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સીધેશ્વર સ્વામી,સદાનંદ મહારાજ,કામલાકાર મહારાજ,વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજીતસિંહ રાઠોડ,ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,નર્મદા ભાજપ મહામંત્રી નિલ રાવ,કારસેવક અને નર્મદા જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ અનિરુદ્ધ સિંહ ગોહિલ સહિત કારસેવકો પણ હાજર રહ્યા હતા.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યાથી રાજપીપળા આવેલા અક્ષતનો કળશ રાજપીપલા ખાતે આવી પહોંચ્યો
- અક્ષત કળશ ની શાસ્ત્રોક્ત પૂજા કરી ગામે ગામ મોકલાયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કમલાકાર મહારાજ અને મહામંડલેશ્વર સુરેન્દ્રદાસ મહારાજને નર્મદા જિલ્લા માંથી પ્રથમ આમંત્રણ મળ્યું - આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અને વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ભારતીય જનતા પાર્ટી સાથે સનતાન ધર્મના સંતો પણ હાજર રહ્યા