(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના કનગામ ગામે પત્રકારનો રોફ કરી ગામની પરણીતાને ઘરમાં તેના મિત્ર સાથે ઘૂસી જઈ આબરૂ લેવાનો પ્રયાસ કરી શારીરિક છેડછાડ કરી હોવાના તથા બદનામ કરવાની ધમકી આપતા મહિલા પોલીસ મથકે પહોંચી બે વિરુદ્ધ ગુનો નોંધાવ્યો અને કાવી પીએસઆઈ એ ગણતરીના કલાકોમાં કહેવાતા પત્રકાર તથા મદદગારી કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જંબુસર તાલુકામાં દીન પ્રતિદિન કહેવાતા પત્રકારોનો રાફડો ફાટ્યો છે.રોજનીત નવા પત્રકાર બનીને ઉભરે છે અને વાહનો પર પ્રેસ લખાવી પોતાનો રોફ જાડે છે.ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તે ઇચ્છનીય છે. હાલમાં જંબુસર તાલુકાના કનગામ ગામે રહેતી પરણીતા ઘરે હતી તે દરમિયાન કહેવાતા પત્રકાર બળવંતભાઈ અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ આશરે 28 તથા મનોજભાઈ કિરણભાઈ રાઠોડ ઉંમર વર્ષ 29 બંને રહે કનગામ રાઠોડ વાસ,જુનુ ફળિયુનાઓ પોતાની મોટરસાયકલ લઈ આવેલ અને ફરિયાદી પરણીતાના ઘરનું બારણું ખખડાવતા, મહિલાએ દરવાજો ખોલતા બંને આરોપી ઘરમાં ઘૂસી ગયેલ અને બળવંત રાઠોડે ફરિયાદી બહેન પાસે શરીર સંબંધની માગણી કરી,પરણીતાનો હાથ પકડી ઘરના બેડરૂમ તરફ ખેંચી લઈ જઈ સેટીમાં સુવડાવી શારીરિક છેડ છાડ કરી જબરજસ્તીથી શરીર સંબંધ બનાવવા કોશિશ કરી હતી અને બળવંતે પત્રકાર હોવાનું જણાવી જો આ બાબતે કોઈને કંઈ પણ વાત કરશે કે ફરિયાદ કરશે તો ખરાબ સમાચાર છાપીને બદનામ કરવાની અને તેના પતિને ખરી ખોટી હકીકત જણાવી ઘર ભંગાવી નાખવાની ધમકી આપી.જે બાબતે પરણીતાએ કાવી પોલીસ મથકે પહોંચી પીએસઆઈ વૈશાલી આહીરને આપવીતી જણાવી હતી.મહિલા પીએસઆઈએ પત્રકારનો રોફ જાળનાર બળવંત રાઠોડ તથા મદદગારી કરનાર મનોજ રાઠોડ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.સદર બનાવ બનતા કાવી પીએસઆઈએ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
કનગામ ગામે પત્રકારની ઓળખ આપી ઘરમાં ઘૂસી આબરૂ લેવાના પ્રયાસમાં બેની ધરપકડ
- પીએસઆઈએ પત્રકારનો રોફ જાળનાર બળવંત રાઠોડ તથા મદદગારી કરનાર મનોજ રાઠોડ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી - બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી