google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડીયાની પ્રા.શાળા કપાટ,ઉમલ્લા અને કે.આર.વિદ્યામંદિર ઉમલ્લા ખાતે કન્યા કેળવણી મહોત્સવ,શાળા અને આંગણવાડી...

ઝઘડીયાની પ્રા.શાળા કપાટ,ઉમલ્લા અને કે.આર.વિદ્યામંદિર ઉમલ્લા ખાતે કન્યા કેળવણી મહોત્સવ,શાળા અને આંગણવાડી પ્રવેશ કાર્યક્રમ યોજાયો

- જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, શ્રેષ્ઠ દેખાવ કરનારા વિધાર્થીઓ, સો ટકા હાજરીવાળા બાળકોનું સન્માન અને અભિવાદન કરાયું હતું.

(જયશીલ પટેલ,ઝઘડીયા)

શાળા પ્રવેશોત્સવના આજે અંતિમ દિવસે ઝઘડીયા તાલુકાની પ્રા. શાળા કપાટ, પ્રા.શાળા ઉમલ્લા અને કે.આર.વિદ્યામંદિર ઉમલ્લા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોએ નાના ભૂંલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ,સાહિત્ય વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી.મહાનુભાવોએ શાળાના વર્ગખંડની મુલાકાત લીધી હતી.શાળાના બાળકો દ્વારા જ સંચાલિત કાર્યક્રમ દરમ્યાન બાળકોએ પર્યાવરણ જતન, અને કન્યા કેળવણી,બેટી બચાવો-બેટી પઢાઓ વિષયક વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન,જુદી જુદી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિધાર્થીઓ, સો ટકા હાજરીવાળા બાળકોનું સન્માન અને અભિવાદન કરાયું હતું.મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.નાના ભુલકાઓએ બાળગીતો પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી.મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં ગામના સરપંચ,પદાધિકારી, શાળાના આચાર્ય,શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!