google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeGujaratઆમોદમાં આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો...

આમોદમાં આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો

- કપીરાજે અચાનક કુદકો મારી હાથના ભાગે બચકા ભરી લેતા લોક ટોળા એકત્ર થયા હતા - જંગલ વિભાગ દ્રારા કપીરાજને પકડવા માટે પાંજરા મુકયા હતા જેમાં કપિરાજ પુરાયો હતો

આમોદ,

આમોદની પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલ નવી નગરીમાં છેલ્લા કેટલાક સમયથી કપીરાજ આતંક મચાવતો હતો.જેમાં આમોદના રેહવાસી અને નગર પાલિકાના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર  માર્સલભાઈ સોલંકી પોતાના ઘરે પાછળ ગયા હતા તે દરમ્યાન પાછળના ભાગે બેસેલા કપીરાજે અચાનક કુદકો મારી હાથના ભાગે બચકા ભરી લેતા જોત જોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.જ્યારે ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ કપીરાજથી છોડાવી માર્સલભાઈ સોલંકીને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જયા તેઓને અંદાજીત પાંચથી વધુ ટાંકા આવ્યા હતા.

ગત રોજ બનેલા આ બનાવની વિગત આમોદ નગર પાલિકાના સદસ્ય કમલેશભાઈ સોલંકીએ જંગલ વિભાગના અધીકારીને કરી હતી.જે સંદર્ભે જંગલ વિભાગ દ્રારા કપીરાજને પકડવા માટે પાંજરા મુકયા હતા.જે નિમિત્તે આજરોજ જંગલ વિભાગના અધિકારીઓ તેમજ નેચર સેવીંગ ફાઉન્ડેશન સાથે ભેગા મળી ભારે જેહમત બાદ કપીરાજને પાંજળે પુરવામાં આજરોજ સફળતા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!