google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratઝઘડિયાના ઈન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો...

ઝઘડિયાના ઈન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો આમને સામને

- ધારાસભ્ય પુત્રે ગામ અગ્રણી પર હુમલો કર્યો હોવાની વાત સોશ્યલ મિડીયામાં ફરતી થતાં ચકચાર

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટ માંથી લાંબા સમયથી આડેધડ થઈ રહેલ રેત ખનનના મુદ્દે દિવસે દિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે.ઘણીવાર રેત માફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે.ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને ગ્રામજનો આમને સામને આવી ગયા હોવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી થતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ઈન્દોરના અગ્રણી દશરથભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ આજરોજ સવારના કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ તેના સાગરીતો લઇને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહેલ કે હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ  રેતી ખોદીશ. જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કરજો. આમ કહીને કેટલાક લોકો પર જાનલેવા હુમલો કર્યો હતો. અને મારી નાંખવાની ધમકી આપી હતી અને બે નંબરનું કામ ચાલશે જ એમ કહ્યું હતું.દશરથ ઠાકોરે ભરૂચના ખાણ ખનીજ અધિકારીઓ પણ રેત ખનનમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી.ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

ત્યારે ઈન્દોરના સરપંચ હસમુખભાઈ વસાવાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેતી ખોદકામ કરવું નહી છતાં તેમણે રેતી ખોદવાનું ચાલુ રાખ્યું હતું.આમ ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્રએ ઈન્દોરના કેટલાક લોકો પર કથિત હુમલો કર્યો હોવાની વાતે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટના સંદર્ભે વડોદરા જીલ્લાની પોલીસ ઈન્દોરના કિનારા તરફ પોતાના વાહનો લઈને આવી ગઈ હતી.પરંતુ આ ઘટનામાં પોલીસનો કોઈ ખાસ રોલ જોવા મળ્યો ન હતો! ઝઘડિયા તાલુકામાં નર્મદાના પટમાં લાંબા સમયથી થતા રેત ખનનના મુદ્દે આજે નવો વિવાદ જોવા મળ્યો હતો.આ લખાય છે ત્યાં સુધી ભોગ બનનાર ઈન્દોરના ગ્રામજનોએ કોઈ પોલીસ ફરિયાદ કરી નથી.

ઝઘડિયા નર્મદા કાંઠા વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે જેના આક્ષેપો ભરૂચ ભૂસ્તર વિભાગ પર લાગ્યા છે આજરોજ ઈન્દોર ગામના દશરથ ઠાકોર નામના ઈસમે એમના વિસ્તારમાં ગેરકાયદેસર થતા રેતી ખનન બાબતે ભૂસ્તર વિભાગના જાનીની પણ આમાં રૂપિયાની સેટિંગ હોવાનું પોતાના નિવેદનમાં જણાવ્યું છે ઝઘડિયા પંથકમાં આડેધડ રેતી ખનન,નર્મદાના ચાલુ પ્રવાહ માં પાઇપ મોટર બોટ વડે રેતી ખનન,વગર પરવાનગી રેતીના ઢગલા, ઓવરલોડ પાણી નિતરતી રેતી વહનની પ્રકિયા પરથી ફલિત થાય છે કે ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગ ની પણ સંડોવણી આ ગેરકાયદેસર થતા રેતી ખનન અને વહનમાં હોઈ શકે છે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!