google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeCrimeછોટાઉદેપુરના કરાલી પોલીસે રંગલી ચોકડી ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

છોટાઉદેપુરના કરાલી પોલીસે રંગલી ચોકડી ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

- પોલીસે રૂા.૬૯,૯૨૦ ના મુદ્દામાલ સાથે ૮ મહિલા આરોપીઓને ઝડપી

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જીલ્લાના કરાલી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ૮ આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત કરાલી પીએસઆઈ આર.પી.ચૌધરી પોલીસ ટીમ સાથે રંગલી ચોકડી વાહન ચેકીંગમાં હતા.તે દરમ્યાન રંગલી ચોકડી ઉપર સંકાસ્પદ સ્ત્રીઓ જોવામા આવતા જેઓ પાસે જઈ તપાસ કરતા અલગ અલગ બાચકા અને કપડાંની થેલીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂના કવાર્ટરિયા તથા પ્લાસ્ટિકના હોલ તેમજ બિયરની ટીન જોવા મળતા લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે આરોપી મહિલાઓ પાસેથી મળેલ રુ.૬૯,૯૨૦ નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈને આ ગુના અંતર્ગત ચતુરીબેન ગમલાભાઈ ધાનુક રહે.કોલીયાથોર હોળી ફળિયું, રેખાબેન પ્રવીણભાઈ ગમલાભાઈ ધાનુક રહે.કોલીયાથોર હોળી ફળિયું , નુરલીબેન કકુભાઈ ભૂસરાભાઈ ધાનુક રહે.કોલીયાથોર હોળી ફળિયું, કાવરીબેન ધુધરભાઈ ઉદલિયાભાઈ ધાનુક રહે.કોલીયાથોર હોળી ફળિયું, હિરલબેન બચુભાઈ ગમલભાઈ ધાનુક રહે.કોલીયાથોર હોળી ફળિયું, પીન્ટુબેન મહેશભાઈ કનુભાઈ ધાનુક રહે.કોલીયાથોર હોળી ફળિયું, કાળીબેન ભણતાભાઈ દેસિંગભાઈ ધાનુક રહે.ચીસાડીયા,સમદીબેન અલસિંગભાઈ રાયસિંગભાઈ ધાનુક રહે.ચીસાડીયા આ કામના તમામ આરોપીઓનો તા.જિ.છોટાઉદેપુર તમામની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.સદર કામગીરી કરાલી પીએસઆઈ આર.પી.ચૌધરી તેમજ પોલીસ કર્મચારીઓ રાકેશભાઈ જેસીંગભાઈ, જયપાલસિંહ નારણસિંહ, જીગ્નેશભાઈ કામરાજભાઈ,પરેશભાઈ બાબુભાઈ, જીગ્નેશજી પુનમજીએ ટીમવર્કથી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!