ભરૂચ,
શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળા અભિષેક કરાવવાનો અનેરો મહિમા રહ્યો છે અને છેલ્લા ૩૫ વર્ષથી સુરત માંથી શિવમિત્ર મંડલ સંઘ દ્વારા પરંપરા મુજબ મોટી માત્રામાં કાવડયાત્રીઓ આવ્યા હતા અને નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં જળ લઈ ધાર્મિક પૂજા અર્ચના સાથે કાવડયાત્રા પરત સુરત રવાના થઈ હતી જે સોમવારે શિવજીને જળા અભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરનાર છે.
દક્ષિણ ગુજરાતના સુરત ઉધના ખાતેથી ૧૯૯૦ માં માત્ર ૧૧ કાવડયાત્રીઓથી કાવડ યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે કાવડયાત્રાનું મહત્વ વધી ગયું છે.જેના પગલે દક્ષિણ ગુજરાતમાંથી મોટી માત્રામાં કાવડયાત્રીઓના મંડળોની સંખ્યામાં વધારો થયો છે અને દર શ્રાવણ માસ પૂર્વે મોટી માત્રામાં સુરત તરફથી કાવડયાત્રીઓ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર કાવડ યાત્રીઓ આવતા હોય છે અને પરંપરા મુજબ આજે બપોર બાદ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત ઉધના તરફથી શિવ મિત્ર મંડલ કાવડ સંઘ યાત્રીઓ આવી પહોંચ્યા હતા.હર હર નર્મદે હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં પવિત્ર નર્મદા નદીના જળ લઈ મહાદેવની આરતી સાથે કાવડયાત્રા દશાશ્વમેઘ ઘાટથી પગપાળા સુરત રવાના થયા હતા.
ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાતું હોવાની માન્યતાઓ રહી છે અને પવિત્ર નર્મદા નદીનું જળ શ્રાવણ માસમાં શિવજીને જળા અભિષેક કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની પણ શ્રદ્ધાઓ શિવ ભક્તોમાં રહી છે.ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરના જિલ્લાઓમાંથી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈ શ્રાવણ માસના દર સોમવારે શિવજીને જળાભિષેક કરાવવા માટે નર્મદાના જળ લઈ કાવડ યાત્રા કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે.
સુરતથી ૩૫ વર્ષથી આવતા કાવડયાત્રીઓએ ભરૂચની નર્મદા નદીમાં ડૂબકી લગાવી જળ કાવડમાં લઈ રવાના
- હજારોની સંખ્યામાં કાવડયાત્રીઓએ દશાશ્વમેઘ ઘાટ ઉપર હર હર નર્મદેના નારા સાથે નર્મદા મૈયામાં લગાવી ડુબકી - હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ પદયાત્રા સાથે સુરત રવાના