google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeકાવી પોલીસે બળાત્કારીના યુટ્યુબ ઉપરથી મોબાઈલ નંબર મેળવી વડોદરાના સોમા તળાવ પાસેથી...

કાવી પોલીસે બળાત્કારીના યુટ્યુબ ઉપરથી મોબાઈલ નંબર મેળવી વડોદરાના સોમા તળાવ પાસેથી ઝડપી પાડયો

- મધ્યપ્રદેશથી ઝીરોથી નોંધાયેલ બળાત્કારના ગુનામાં આરોપીની કાવી પોલીસે ત્રણ વર્ષે ધરપકડ કરી - ૨૦૨૧ માં છોકરો અને છોકરી મજૂરી કામ અર્થે આવતા ઓળખાણમાં આવતા પ્રેમ સંબંધ બાદ બળાત્કાર કરી ભાગી ગયો હતો બળાત્કારી

(સંજય પટેલ,જંબુસર)
મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશન તાલુકો જોબાત જીલ્લો અલીરાજપુર માં મધ્યપ્રદેશની મૂળ ભોગ બનનાર પીડિતાએ ફરિયાદ નોંધાવતા મધ્યપ્રદેશથી બળાત્કારનો ગુનો દાખલ થઈ ભરૂચના કાવી પોલીસ મથકમાં આવતા પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીરે બળાત્કારીને ત્રણ વર્ષની તપાસમાં આખરે ઝડપી પાડી મેડિકલ પરીક્ષણ કરાવી જેલ હવાલે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના જબુંસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો.તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનીયા (ભીલ) રહે.આંબીગામ, ભુતવડી ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)નાઓએ પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.ત્યાર બાદ તેઓ પોત-પોતાના ગામે જતાં રહ્યાં હતાં.જોકે યુવતીએ આરોપી તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.ત્યાર બાદ પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકથી કાવી ખાતે ઝીરો એફઆઈઆરથી તપાસ અર્થે આવી હતી.
કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર અને તેમના સ્ટાફે નાસતા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી હતી.આ સમય દરમ્યાન દુષ્કર્મના ગુનાનો આરોપીના વતનમાં આરોપી સુરપાલ તેના કાકાના દિકરા મુનેશની મોટર સાયકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો છે.માહિતી મળતાં જ આરોપીના યુ-ટ્યુબ આઈડી પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીનું મોબાઈલ લોકેશન મેળવ્યું હતું.ત્યાર બાદ અલીરાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશન આધારે પીછો કરી ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમા તળાવ ચોકડી પાસેની ઝુપડપટ્ટી વિસ્તાર ખાતેથી આરોપીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી મેડિકલ પરીક્ષણ કરાવી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!