(સંજય પટેલ,જંબુસર)
ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથઘરી છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુના અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે અપાયેલ સૂચનાના આધારે જંબુસરના કાવી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી કાર્યવાહી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ દરમ્યાન જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમમ્યાન બાતમી મળી હતી કે છેલ્લા ૫ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાનો નાસતો ફરતો ૩૫ વર્ષીય આરોપી જયંતિ વાઘેલા રહે,વત્રા ગામ, ખંભાત,જીલ્લો આણંદ જેને કાવી પોલીસે જંબુસરના ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપી જયંતિ વાઘેલાની વધુ પૂછપરછ કરતા વેડચ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાની પણ કબૂલાત કરતા વધુ એક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.