google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeસગીરાને ભગાડી જનાર સગીર યુવકને જૂનાગઢના વંથલી ખાતેથી કાવી પોલીસ ઝડપી લાવી

સગીરાને ભગાડી જનાર સગીર યુવકને જૂનાગઢના વંથલી ખાતેથી કાવી પોલીસ ઝડપી લાવી

- સગીર યુવકને પોતાના વિસ્તારની સગીરા સાથે પ્રેમ સંબંધ થતા ભગાડી ગયો હતો - ભગાડી જનાર સગીર યુવકના મોબાઈલ લોકેશનના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યા

ભરૂચ,
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં એક સગીર યુવક પોતાના વિસ્તારની સગીર યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયો હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથધરી મોબાઈલ લોકેશનના આધારે સગીર યુવક અને ભોગ બનનાર સગીર યુવતીને જૂનાગઢના વંથલીથી ઝડપી લાવી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકમાં ૦૧૧૧/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ ૧૨ મુજબ ગુનો દાખલ થયો હતો.જેમાં ૧૪ વર્ષ ૯ મહિનાની સગીરાનાને ગામનો જ ૧૭ વર્ષીય સગીર યુવક ભગાડી ગયો હોય તેવી શંકાના આધારે નાસતા ફરતા આરોપી અને ભિગ બનનાર સગીરની માહિતી એકત્ર કરી શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરી રહ્યા હતા.જે બાદ આરોપીના મોબાઈલના IMIE નંબર શોધી કાઢી ટેક્નીકલ હેલ્પના આધારે તેનું લોકેશન જૂનાગઢ જીલ્લા ખાતે બતાવતું હોય જેના આધારે કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર ખાનગી રાહે તપાસ કરાવી માહિતી મેળવી ટીમ બનાવી જૂનાગઢમાં જીલ્લાના વંથલી તાલુકા ખાતે મોકલી આપી હતી અને આપેલ લોકેશન ઉપર તપાસ કરતા સગીર આરોપી તથા ભોગ બનનાર સગીર યુવતી મળી આવતા બંનેને પકડી લઈ જંબુસર ખાતે લાવી મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે સગીરા યુવતીને ભગાડી જનાર સગીર યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને આગળની કાર્યવાહી કરવા માટે સર્કલ પોલીસ ઈન્સ્પેકટર કે.એમ.વાધેલાનાઓને જાણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!