google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratપાવીજેતપુરના મોટી અમરોલ અને થાંભલા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જયંતિ રાઠવાના...

પાવીજેતપુરના મોટી અમરોલ અને થાંભલા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ અને થાંભલા ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.પોતાની જન્મભૂમિ વતનના ગામોમા ખાતમુહુર્ત વિધિ સંપન્ન કર્યા બાદ ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે, જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારમાં લોકોને ઘર આંગણે આરોગ્ય તબીબી સુવિધા મળે તે માટેની વિશેષ કાળજી સરકાર દ્વારા લેવામાં આવી રહી છે. તેમણે આ તકે કવાંટ,પાવીજેતપુર,બોડેલીમાં નવીન બનનાર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ રોડ રસ્તા વગેરેની માહિતી આપી હતી.આ ઉપરાંત વિસ્તારના વિકાસ માટે રસ્તા,સિંચાઈ,પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો વગેરેની વિગતે માહિતી આપી હતી.તેમણે ગ્રામજનોને વિકાસના કામો પરત્વે જાગૃતિ કેળવવા અને પેટા આરોગ્ય કેન્દ્ર મકાનનું કામ ગુણવત્તાયુક્ત થઈ તે જોવા ખાસ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં જેતપુરપાવી વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,જિલ્લા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચો ,આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!