(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ફિચવાડા થી ચાંદિયાપુરાના રસ્તાનું ખાતમુર્હૂત ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.જે અનુસંધાને ચાંદિયાપુરા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના વિકાસની ગાથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ને જણાવી હતી.અંદાજીત ૧ કરોડ ૧૮ લાખ ના ખર્ચે ૨ કિમી સુધીનો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવમાં આવનાર હોઈ આ રસ્તો સાંસદ સભ્ય મનસુખ વસાવાની ભલામણથી મંજૂર થતા વર્ષો પછી આ માર્ગનું નવીનીકરણ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ગ્રામજનો દ્વારા સાંસદ તેમજ ગામના સરપંચ તેમજ ઉપસ્થિત મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય અરૂણભાઈ વસાવા, વસંતભાઈ દેસાઈ,હરેન્દ્રસિહ, ફિચવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુમિત્રાબેન વસાવા,નરેશ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.