google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ખોડીયાર જયંતિની ઉજવણી કરવામાં આવી

ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ખોડીયાર જયંતિની ઉજવણી કરવામાં આવી

- તાલુકાના ગામે ગામ ખોડીયાર જયંતી નિમિત્તે હોમ હવન અને ભંડાળાના આયોજન પણ કરવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

મહા સુદ આઠમ એટલે ખોડીયાર જયંતિ જેને માં ખોડીયારના પ્રાગટ્ય દિવસ તરીકે પણ મહાસુદ આઠમને ઉજવવામાં આવે છે.ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ગામેગામ ખોડીયાર જયંતિની ઉજવણીના કાર્યક્રમો આયોજન થયા હતા.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા,ઉચેડીયા,ગોવાલી, રાજપારડી,ઉમલ્લા,પાણેથા,ભાલોદ,ધારોલી, બોરજાઈ અને જેસપોર જેવા ગામોમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ખોડીયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.ગામે ગામ માતાજીની મહાઆરતી,હોમ હવન તેમજ ભંડાળાના આખા દિવસના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.સાંજે મહાઆરતી સમૂહ આરતી તેમજ ભજનના આયોજન કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!