google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઈવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં અંકે કર્યા ૨ ગોલ્ડ...

ભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઈવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં અંકે કર્યા ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર

- ૫૦ મીટર રાઈફલ શૂટિંગની ૩ ટીમ કેટેગરીમાં ભરૂચની ખુશી, વડોદરાની હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ગુજરાતનું વધાર્યું ગૌરવ

ભરૂચ,

નવી દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઈફલ ઈવેન્ટ્સ કોમ્પિટિશનમાં ૩ ટીમ કેટેગરીમાં ભરૂચ અને વડોદરાની ૩ શૂટર્સ દીકરીઓ 2 ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

નવી દિલ્હી ખાતે ૧૫ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે.જેમાં ગુજરાત માંથી ભરૂચ અને વડોદરા રાઈફલ શૂટિંગ એસોસિએશન માંથી શૂટર્સ ખુશી ચુડાસમા,હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ટીમ ઈવેન્ટ્સની ૩ કેટેગરીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર અંકે કર્યા છે.

૫૦ મીટરની સિનિયર અને જુનિયર પ્રોન ટીમ બે ગોલ્ડ હાંસલ કર્યા છે.જ્યારે ૫૦ મીટર ૩ પોઝિશન જુનિયર વુમન ટીમ કેટેગરીમાં એક સિલ્વર મેડલ મેળવ્યા છે.

ભરૂચની દીકરી ખુશી ભરત ચુડાસમા હાલ વડોદરા રાઈફલ શૂટિંગ એકેડમી માંથી ટ્રેનિંગ લઈ હાલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના નેજા હેઠળ નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!