google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratલોકોમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવવા ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગ મહોત્સવનું આયોજન

લોકોમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવવા ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગ મહોત્સવનું આયોજન

- રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને દેહદાનના સંદેશા સાથે લોકોમાં જનજાગૃતિ લાવવા આયોજન કરાતા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ,

સંકલ્પ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જિલ્લામાં ચક્ષુદાન,દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે.જે અંતર્ગત શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે રક્તદાન,ચક્ષુદાન, અંગદાન અને દેહદાનના સંદેશા સાથે લોકોમાં જનજાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિ પર્વ પૂર્વે પતંગબાજી સાથે જનજાગૃતિનો સંદેશો ફેલાવવા ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શનિવારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.પતંગોત્સવમાં વિવિધ સંકલ્પ સાથે પાંચ હજાર પતંગો છપાવવામાં આવી હતી.આ પતંગોત્સવમાં બાળકો સહિત અનેક પતંગબાજોએ ભાગ લઈ પતંગબાજી તેમજ પેચ લડાવવાની મજા માણી હતી.હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કદ,આકાર અને રંગની પતંગો સાથે બાળકો સહિત પતંગ રસિયાઓ પતંગ ચગાવી એકમેકના પેચ કાપ્યા હતા.તો પતંગોત્સવમાં બાળકો અને મોટેરામાં અલગ અલગ સંકલ્પની મોટી પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સંકલ્પ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પતંગોત્સવમાં રેડ ક્રોસ બ્લડ બેન્કનું સન્માન કરવામાં આવ્યું હતું.ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી, પ્રમુખ જે. પી પટેલ, સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યો અને પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ શાળા-કોલેજો અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર જોડાઈ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.

સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી ૧,૦૯૮ ચક્ષુદાન, ૧૨ જેટલા દેહદાન, ૨૦ જેટલા અંગદાન જેમાં ૪ બ્રેઈનડેડ વ્યક્તિ દ્વારા) તેમજ ૪૦૦ થી વધુ પરિવારોને સાધન સહાય તથા નિયમિત રક્તદાન શિબિરના આયોજન થકી સમાજને મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહી છે.રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!