google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનર્મદા જિલ્લા સેવા સદન સહીત મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફાયર સુવિધાઓનો અભાવ

નર્મદા જિલ્લા સેવા સદન સહીત મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફાયર સુવિધાઓનો અભાવ

- નર્મદા કલેક્ટર કચેરીમાં જ ફાયર સિલિન્ડર એક્સપાયર : દોઢ વર્ષથી રીફીલ કરાયા નથી - રાજકોટ અગ્નીકાંડ બાબતે નર્મદા જિલ્લા કલેકટર હરકત માં : જિલ્લાની તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટી સુરક્ષા અંગે તાકીદે જાણ કરી તંત્ર દોડતું થયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજકોટના ગેમ ઝોનમાં અચાનકલાગેલી આજની ઘટના બાદ સમગ્ર ગુજરાતનું વહિવટી તંત્ર પણ અચાનક જાગી ગયું છે અને મોટી બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહિ એનું ચેકીગ હાથધર્યું છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે.નર્મદા જિલ્લા સેવાસદન,જિલ્લા પંચાયત ભવન સહીત તાલુકા મથકો પર સરકારી કચેરીઓના બહુમાળી મકાનોમાં નિયમ મુજબ ફાયર સેફટી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લાના રેસીડેન્સી એડિશનલ કલેક્ટર સી.કે.ઉઘાડ જણાવે છે કે નર્મદા જિલ્લામાં તમામ કચેરીઓમાં ફાયર સેફટીનાસાધનોની વ્યવસ્થા છે.કોઈ ચિંતાનો વિષય નથી.નર્મદા જિલ્લાને કાયદાનું પાલનકરાવનાર જિલ્લા કલેક્ટર જાતે માત્ર સિલિન્ડરો મુકી ફાયર સેફટી બરોબરછે એવો સંતોષ માણે છે.પરંતુ અન્ય કચેરીઓમાં કેમ એનું પાલન થતુ નથી.?સુરતના તશિલા અગ્નિ કાંડ બાદ ફાયર સેફ્ટી સુવિધાના અભાવે રાજપીપળા સરકારી હાઈસ્કુલ ૫ મહિના બંધ રહી હતી.ત્યારે આ નિયમનું પાલન કરાવનાર સરકારી કચેરીઓમા જ ફાયર સેફટીના પુરતા સાંધાનો નથી.

નર્મદા જિલ્લા સેવાસદન ખાતે નીચેના માળે ફાયર સેફટીના સિલિન્ડરો એક્સપાયર થઈ ગયા છે.૨૩ જાન્યુઆરી ૨૦૨૩ પછી રીફીલ કર્યા નથી.જયારે રાજકોટ અગ્નિકાંડ બાદ નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે સિલિન્ડરો રીફીલ કરી નવા સિલિન્ડરો લગાવાયા હોય એમ લાગી રહ્યું છે.કલેક્ટર કચેરીના પ્રથમ માળ પર સિલિન્ડરો રીફીલ કરાયા છે.જેની ડેટ ૨૫ નવેમ્બર ૨૦૨૪ છે.તાલુકાકક્ષાની એક પણ કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો નથી તેનું શું.?નર્મદા જિલ્લા પંચાયતમાં પણ સિલિન્ડરો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.ત્યારે ફાયર સેફટી બાબતે નર્મદા જિલ્લા વહીવટી.તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!