google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઝઘડિયા તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની દવાઓની અછતથી દર્દીઓને હાલાકી

ઝઘડિયા તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની દવાઓની અછતથી દર્દીઓને હાલાકી

- ઝઘડિયા તાલુકા સહિત જીલ્લાના બીજા કેટલાક આરોગ્ય કેન્દ્રો પણ હાલ ટીબીની દવાથી વંચિત

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં હાલ ટીબી ની દવાઓની અછત હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર તાલુકાના આરોગ્ય કેન્દ્રો માં હાલ ટીબીની દવાઓ ઉપલબ્ધ નથી તેથી હાલ ટીબીની સારવાર લેતા ટીબીના એક્ટિવ દર્દીઓને તકલીફ ભોગવવી પડતી હોવાની વિગતો સામે આવી છે. તાલુકાના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં એક મહિના જેટલા સમયથી જ્યારે કેટલાકમાં દસેક દિવસના સમયથી ટીબીની દવાઓની અછત સર્જાઈ છે. સામાન્ય રીતે ટીબીની બિમારીવાળા દર્દીઓ મોટાભાગે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેતા હોય છે અને ટીબી ના દર્દીઓએ સારવાર માટે દવાનો છ મહિનાનો કોર્સ કરવાનો હોય છે.ઝઘડિયા તાલુકા સહિત ભરૂચ જિલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં  પણ હાલ ટીબી ની દવાઓ ઉપલબ્ધ નહિ હોવાની વિગતો જાણવા મળી છે,ત્યારે ટીબીની નિયમિત સારવાર લેતા દર્દીઓએ હાલ સરકારી દવાઓના અભાવે ખાનગી રાહે ટીબી ની દવાઓ ખરીદવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છેકે ટીબી એટલેકે ક્ષયરોગ શ્વસનતંત્ર ફેફસાનો રોગ ગણાય છે.આધુનિક સમયમાં ટીબીનો રોગ અસાધ્ય રહ્યો નથી,આ રોગ તેની નિયમિત સારવાર રેગ્યુલર દવાનો કોર્સ તેમજ પોષણક્ષમ ખોરાકથી સંપૂર્ણપણે મટી શકે છે.ઝઘડિયા તાલુકાના બે સામુહિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નોધાયેલ ટીબીના દર્દીઓને જેતે આરોગ્ય કેન્દ્રો દ્વારા નિયમિત સારવાર રૂપે ગોળીઓ અપાતી હોય છે,જોકે હાલમાં તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં ટીબી ની દવાઓની ઉભી થયેલી અછતને પગલે ટીબીની સારવાર લેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સરકારી દવાઓની ઉભી થયેલ અછતને પગલે ખાનગી રાહે ગોળીઓ ખરીદીને સારવાર લઈ રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ તાકીદે ઝઘડિયા તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં ટીબી ની દવા ઉપલબ્ધ બનાવવા અસરકારક પગલા ભરે તે જરૂરી બન્યું છે.

– ઝઘડિયા તાલુકામાં સેકંડો ટીબીના દર્દીઓ ની દવા ચાલી રહી છે : ઝઘડિયા તાલુકાના એક પણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીની દવા ઉપલબ્ધ નથી, જુન ૨૦૨૩ ના આંકડા મુજબ ઝઘડિયા તાલુકામાં આશરે ૨૫૧ જેટલા ટીબીના દર્દીઓ નોંધાયેલા છે અને તેની દવાઓ ચાલુ છે આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં ૨૦૬ ટીબીના દર્દીઓ અને ભરૂચ જીલ્લાની વાત કરીએ તો ૨૩૦૫ જેટલા ટીબીના દર્દીઓ ની સારવાર ચાલે છે આવા સંજોગોમાં ટીબી ની દવા જ સરકાર પાસે નહીં હોય ખૂબ ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ છે.

– કેન્દ્ર સરકાર સાથે દવા બનાવતી કંપનીઓ નો કરાર નહીં થતા દવાની સપ્લાય આવી નથી!! : ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરમાં ટીબી ની દવાઓ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ નથી ત્યારે જાણવા મળતી માહિતી મુજબ ટીબી ની દવા જે ફાર્માસ્યુટિકલ કંપની બનાવીને કેન્દ્ર સરકારને સપ્લાય આપતી હતી તે કંપનીનો સરકાર સાથેનો કરાર પૂરો થયો હોય તે કરાર રીન્યુ કરવામાં કોઈ અડચણ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે!! વધુમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એવું જણાવ્યું છે કે તમે દવા ઉત્પાદન કરતી કંપની સાથે ડાયરેક્ટ કરાર કરી દવા પરચેસ કરી શકો છો !! જેના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગુચ ના કારણે ટીબીના દર્દીઓ પીડાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!