Monday, February 26, 2024
spot_img
HomeGujaratજંબુસર જોગનાથ મહાદેવ ખાતે લઘુરુદ્ર યોજાયો

જંબુસર જોગનાથ મહાદેવ ખાતે લઘુરુદ્ર યોજાયો

- શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજી કી સવારીની તૈયારી કરવાના ભાગરૂપે આયોજન

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા જોગનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લઘુરુદ્ર યોજાયો હતો.

જંબુસર નગરના પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે પરિસરમાં ગણપતિજી,વૈજનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ,બળીયાદેવના મંદિર આવેલા છે.જંબુસર નગરના શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજી કી સવારીની તૈયારી કરવાની હોય આ આયોજનના ભાગરૂપે જોગનાથ મહાદેવ મંદિરે કાશીના વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચાર થકી લઘુરુદ્ર કરાયો હતો.જેમાં આઠ જેટલા શિવભક્તોએ લાભ લીધો હતો.લઘુરુદ્રમાં કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, અગ્રણીઓ ગોવિંદ મોટા,ધર્મેશભાઈ પટેલ, દિનેશભાઈ અઘ્વર્યું,વિશાલભાઈ પટેલ એ મહા આરતી નો લાભ લીધો હતો.આ સહિત ધારાસભ્ય ડી કે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ફાઉન્ડેશનના પ્રમુખ રિતેશભાઈ પટેલ,ઉપ-પ્રમુખ રીષભભાઈ ગાંધી, મંત્રી ભાવિકભાઈ પટેલ, સહમંત્રી કલ્પેશ પટેલ દ્વારા કરાયું હતું.લઘુરુદ્ર પ્રસંગે જંબુસર નગરના શિવભક્ત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!