google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી હૃદયરોગ કેમ્પ યોજાતા બહોળા પ્રમાણમા લાભાર્થીઓ...

નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી હૃદયરોગ કેમ્પ યોજાતા બહોળા પ્રમાણમા લાભાર્થીઓ લાભ લીધો

(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જીલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રવિવારે ફ્રી હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉકટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્ષ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ,નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું.જેમાં હૃદય રોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો,શ્વાસ ચઢવો,પગે સોઝા આવવા,બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરાયું હતું.આ કેમ્પમાં ECHO કાઢવાની જરૂરી હોય તેમને ૩૦૦ રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો.આ કેમ્પનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધી હતો.સમગ્ર કેમ્પ દરમ્યાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને ઓફીસ ઈન્ચાર્જ અલીભાઈ કડુજીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી.આ કેમ્પને સફળ બનાવવા બદલ ડૉકટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!