google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયા ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટું માનવ મહેરામણ ઉમટ્યું

ઝઘડિયા ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટું માનવ મહેરામણ ઉમટ્યું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

આજરોજ અષાઢી બીજના દિવસે સમગ્ર ભારતમાં ઠેરઠેર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ભરૂચ શહેર ઉપરાંત ઝઘડિયા ખાતે પણ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા.ઝઘડિયા મુકામે યોજાયેલ રથયાત્રામાં નગર સહિત આસપાસના ગામોના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ ઝધડિયા ખાતે આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથની ભવ્યા શોભાયાત્રા નીકળી હતી.જે  ઝધડિયાના હનુમાનજી મંદિરેથી નીકળીને ઝધડિયા મુખ્ય બજાર,થાણા ફળિયા,રાજપુત ફળિયા થઈને લાડવાવળધામ પહોચી હતી.રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.ઝધડિયામાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા જય જગન્નાથના નાદથી ગર ગુંજી ઉઠ્યું હતુ.રથયાત્રા નિમિત્તે ઝઘડિયા  પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.જેમાં ૧ ડિવાયએસપી,૧ પીઆઈ, પ૦ કોન્સ્ટેબલ અને ૩૦ જીઆરડી જવાનો ખડેપગે બંદોબસ્તમાં હાજર રહ્યા હતા.રથયાત્રા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!