google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratછેલ્લા દસ વર્ષથી મીઠા પાણીનો પ્રોજેક્ટનો જંબુસર નગરમાં અંત આવશે!

છેલ્લા દસ વર્ષથી મીઠા પાણીનો પ્રોજેક્ટનો જંબુસર નગરમાં અંત આવશે!

- ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે નાગેશ્વર તળાવમાં નર્મદા નહેરનું પાણી ઠલવાયું

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી જંબુસર નગરનો પ્રાણ પ્રશ્ન એવો મીઠા પાણીનો પ્રોજેક્ટની કામગીરી છેલ્લા દસ વર્ષથી ચાલી રહી હતી.પરંતુ નર્મદા નહેર માંથી પાણી લેવા માટેનું જોડાણ પ્રક્રિયા અટકી ગઈ હતી.જંબુસર નગરની પ્રજાનો પ્રાણ પ્રશ્નો પીવાના પાણી ઘર ઘર સુધી વહેલી તકે મળી રહે તે માટે છેલ્લા છ મહિનાથી જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે સ્વામી તેમજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ અમીશાબેન વિરેનભાઈ શાહ, જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પટેલ,મહામંત્રીઓ તેમજ જંબુસર નગરપાલિકાના સત્તાધારી પક્ષના સદસ્યોએ ઉઠાવી નર્મદા નહેર માંથી પાણી લેવા માટેની મંજૂરી મળી હતી.ત્યાર બાદ જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહની અધ્યક્ષતામાં મળેલ જંબુસર નગરપાલિકાની સાધારણ સભામાં HR સ્ટ્રક્ચર બનાવવા માટેની તાત્કાલિક મંજૂરીનો ઠરાવ કરી એસ્ટીમેન્ટ મુજબના જરૂરી નાણાં નર્મદા નહેર વિભાગમાં ચૂકવવામાં આવ્યા અને નર્મદા નહેર પરથી પાણીની લાઈનનું ટેસ્ટિંગની કામગીરી જંબુસર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, ચંદ્રકાંત પટેલ શહેર ભાજપ પ્રમુખ ઘણી રાત જાગી સારોથી જંબુસરના નાગેશ્વર તળાવ ખાતે પાણી લાવવા માટેની મહેનત કરી હતી.જોકે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલાં લાઈન નંખાયેલ હોય જેમ જેમ ટેસ્ટિંગ કરાતું ગયું પરંતુ ઠેર ઠેર ભંગાણ હોવાના કારણે સાથે સાથે ઝડપી તથા સતત રીપેરીંગ કામ કરતા ગયા જેના ફળરૂપે આજરોજ જંબુસરના નાગેશ્વર તળાવમાં નર્મદા નહેરના નીર આવતા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી, જંબુસર નગરપાલિકાના પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહ તેમજ જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પટેલ સત્તારી પક્ષના ચૂંટાયેલા સભ્યો જંબુસરના નાગેશ્વર તળાવ ખાતે હાજર રહ્યા હતા.તળાવમાં નહેરનું પાણી આવતા હવે એવું લાગી રહ્યું છે કે જંબુસર નગરના પ્રાણ પ્રશ્ન એવા મીઠા પાણીના પ્રશ્નનું હવે વહેલી તકે હલ થશે અને જંબુસર નગરની પ્રજાને ઘર – ઘર સુધી મીઠું પાણી વહેલી તકે મળી રહેશે તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!