Sunday, March 3, 2024
spot_img
HomeGujaratલોકસભાની ચૂંટણી નજીક આવતા સ્વ.અહેમદ પટેલના પુત્ર - પુત્રી મેદાને આવતા અનેક...

લોકસભાની ચૂંટણી નજીક આવતા સ્વ.અહેમદ પટેલના પુત્ર – પુત્રી મેદાને આવતા અનેક ચર્ચા

- અંકલેશ્વરમાં સ્વ.એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના 'હું તો લડીશ'ના પોસ્ટરો લાગતા રાજકીય ચર્ચાઓ - કોંગ્રેસ અગ્રણી મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હોવાની તસ્વીર સામે આવી

અંક્લેશ્વર,

અંકલેશ્વર શહેરમાં સ્વ.એહમદ પટેલના પુત્રના ‘હું તો લડીશ’ના પોસ્ટરો લાગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.એક તરફ કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધન બાદ આપના મુખ્યમંત્રી મંત્રીએ ડેડીયાપાડાના ધારાસભ્યનું ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યુ હતુ.જે બાદ આજે ફેઝલ પટેલના પોસ્ટરથી રાજકીય માહોલ ગરમાયો છે.

સમગ્ર દેશમાં હાલમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામમય માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આજે અંકલેશ્વર શહેરમાં સ્વ.અહેમદ પટેલના સુપુત્ર ફેઝલ પટેલના ‘હું તો લડીશ’ના પોસ્ટરો લાગતા રાજકીય માહોલ ગરમયો છે.આ પોસ્ટરોમાં માત્ર ફૈઝલ પટેલ અને તેના પિતા સ્વ.અહેમદ પટેલનો જ ફોટો હોય રાજકીય ચર્ચાઓ તેજ બની છે.જ્યારે એક તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઈન્ડિયા નામનું ગઠબંધન કરીને આગામી લોકસભાની ચૂંટણીઓ લડવાનું નક્કી કરાયું છે.ત્યારે થોડા દિવસ પહેલા જ દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેત્રંગની જાહેરસભામાં ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટી સહિતના લોકોમાં નારાજગી સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.

લોકસભાની બેઠક પર રસાકસી જોવા મળશે આજે અંકલેશ્વરમાં સ્વ.એહમદ પટેલના પુત્રના પોસ્ટરો લાગ્યા છે.જ્યારે બીજી તરફ સ્વ.અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલ પણ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય થઈને લોકસંપર્ક કરીને પોતાની દાવેદારી કરતા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.ત્યારે ફૈઝલ પટેલના પોસ્ટરો લાગતા આગામી સમયમાં લોકસભાની ટીકીટ માટે બંને ભાઈ-બહેન આમને સામને આવી તેવી પણ લોક ચર્ચાઓ કરાઈ રહી છે.જોકે ભરૂચની લોકસભાની બેઠક પર ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળે તો નવાઈ નહિ.

તો બીજી તરફ સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ આદિવાસી નેતા અને ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સાથે મુલાકાત કરી હોવાની તસ્વીર સોશ્યલ મીડિયામાં ઉપર વાયરલ થતાં ભાઈ – બહેન કોંગ્રેસ માંથી લોકસભા ની દાવેદારી કરતા હોય તેમ એક તબક્કે લાગી રહ્યું છે.ત્યારે આવનાર દિવસોમાં કોંગ્રેસ તરફી કોને ઉમદેવાર બનાવવામાં આવે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!